AHMEDABAD PLAN CRASH : ૧૦ મિનિટ માટે ફ્લાઇટ ચૂકેલી ભૂમિ ચૌહાણ બચી
અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો

અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો

અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા.પરંતુ અનેક દુ:ખદ ઘટનાઓ વચ્ચે અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો હતો.માત્ર 10 મિનિટ માટે ફલાઈટ ચૂકી જતાં ભૂમિ ચૌહાણ આબાદ બચાવ થયો હતો.
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો.
ભૂમિ ચૌહાણ ભારતમાં 1 વેકેશન મનાવ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171માં લંડન પરત ફરવાના હતાં. પરંતુ અંકલેશ્વરથી પરત - ફરતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર 10 મિનિટ માટે ફલાઇટ ચૂકી ગયા અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો.
ફ્લાઇટ ચૂકી જતાં તેમણે બોર્ડિંગ પાસ ફાડીને ગુસ્સો કર્યો હતો. પરંતુ આ પછી તેઓ અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. ત્યારે ક્રેશની વાત જાણી પોતાનો જીવ બચવાથી રાહત અનુભરી હતી. ભૂમિ ચૌહાણે કહ્યું કે, ‘મારું શરીર ધ્રુજી રહ્યું છે. અત્યારે મને કોઈ શબ્દો મળી રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-લંડનમાં પ્લેન ક્રેશથી 267ના મૃત્યુ થયા છે. આ મૃત્યુઆંકમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.