મેઘાણીનગર IGP ગ્રાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું, પ્લેનમાં 242 લોકો હતા સવાર
અમદાવાદના મેઘાણીનગર IGP ગ્રાઉન્ડમાં વિમાન ક્રેશ થયું, અંદાજે 242 મુસાફરો હોવાની માહિતી સામે આવી.

વિમાન થયું ક્રેશ

વિમાન થયું ક્રેશ
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા IGP ગ્રાઉન્ડ પર ગુરુવારના રોજ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં બે વિમાનો આકાશમાં સામસામે અથડાયા હોવાની પ્રાથમિક માહિતી મળતી થઈ છે. ટક્કર બાદ તેમાથી એક વિમાન નીચે પટકાતું મેઘાણીનગર IGP ગ્રાઉન્ડમાં ક્રેશ થયું. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મળતી માહિતી અનુસાર ટેક ઓફ કર્યા બાદ 10 મિનિટમાં જ પ્લેન ક્રેશ થયું હતું. અમદાવાદથી લંડન જતા એર ઈન્ડિયાનું પ્લેન AI 171 નામનું પ્લેન ક્રેશ ક્રેશ થયું. ક્રેશ થયેલા વિમાનમાં પ્લેનમાં ક્રુ મેમ્બર અને પેસેન્જર સહિત 242 લોકો સવાર હતા. પ્લેનમાં 16 કેબીન ક્રૂ મેમ્બર, 4 કેપ્ટન હતા. ઘટનાની જાણ થતા જ પ્લેન ક્રેશ થતા ફાયર વિભાદની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, અને સમગ્ર વિસ્તારને બંધ કરી દેવાયો છે.
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ફાયર વિભાગે તાત્કાલિક આગ વિગરાની તકેદારી રાખી છે. પોલીસ તંત્ર દ્વારા કાર્ડન ઓફ કરી દર્દીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટના બાદ વિમાનના અવશેષો ભારે વિસ્તાર સુધી ફેલાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સિવિલમાં સારવાર લેતા ઈજાગ્રસ્ત લોકો સ્થાનિકો હોવાનું સામે આવ્યું છે.
ઘટના બનતા જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીન કોરિડોર બનાવવાની સૂચના આપી છે. સુરતથી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આવવા માટે રવાના થયા છે. તેમજ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. અમિત શાહે પેરામિલિટ્રીને પણ ઘટના સ્થળે પહોંચવા માટે સૂચના આપી છે.
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણી પ્લેનમાં હતા તેવી શક્યતા છે.
ક્રેશમાં 130 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાજપ નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. દુર્ઘટનામાં મોટી જાનહાનિ મોટી સંભાવના છે. પ્લેનમાં લાગેલી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.