અમદાવાદ: ઇસ્કોન પાસે વ્હીલચેર ગોડાઉનમાં ભીષણ આગ
જીએસટીવી ઓફિસ પાછળ લાગેલી આગ બુઝાવવા ફાયર વિભાગની 8 ગાડીઓ અને 40 જવાનો કામે લાગ્યા

અમદાવાદ ઇસ્કોન આગની ઘટના

અમદાવાદ ઇસ્કોન આગની ઘટના
અમદાવાદના વ્યસ્ત એવા ઇસ્કોન મંદિર નજીક આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ઇસ્કોન ચાર રસ્તા પાસે આવેલી જીએસટીવી (GSTV) ઓફિસની પાછળના ભાગમાં બની હતી. આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફેબ્રિકેશનના કામ દરમિયાન સર્જાઈ દુર્ઘટના :
પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ, ગોડાઉનમાં ચાલી રહેલા ફેબ્રિકેશનના કામ દરમિયાન તણખા ઉડવાથી આ આગ લાગી હોવાનું મનાય છે. આ સ્થળે છેલ્લા પાંચ વર્ષથી વ્હીલચેરમાંથી સ્પેશિયલ ગાડી બનાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ફાયર વિભાગની કામગીરી :
આગની જાણ થતા જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના માર્ગદર્શન હેઠળ અંદાજે 40 જેટલા ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. ગોડાઉનમાં ધુમાડો ખૂબ જ હોવાથી ફાયરના જવાનોએ તાત્કાલિક વેન્ટિલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી જેથી આગને વધુ ફેલાતી અટકાવી શકાય.
સમયસરની કાર્યવાહીથી મોટી હોનારત ટળી :
રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર હોવા છતાં ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે આગ પર ઝડપથી અંકુશ મેળવી લેવામાં આવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટ કે ફેબ્રિકેશનના કામમાં બેદરકારી, કયા કારણોસર આગ લાગી તેની સત્તાવાર તપાસ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.