'સ્મગલિંગ’નું નવું હબ- અમદાવાદ એરપોર્ટ?
શું હવે ગોલ્ડ સ્મગલિંગ માટે સ્મગલરોએ પોતાની બોડીને જ ‘લોકર’ બનાવી દીધી છે?

'સ્મગલિંગ’નું નવું હબ- અમદાવાદ એરપોર્ટ

'સ્મગલિંગ’નું નવું હબ- અમદાવાદ એરપોર્ટ
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અત્યારે ગોલ્ડ સ્મગલરો માટે 'હોટસ્પોટ' બની રહ્યું હોય તેમ લાગે છે. અઠવાડિયામાં બીજી વખત શરીરમાં સોનું છુપાવીને લાવવાની અજીબોગરીબ ઘટના સામે આવી છે.
અબુધાબીથી એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા ઉત્તર પ્રદેશના મુસાફર ફખરુદ્દીનના પેટમાંથી કસ્ટમ્સ વિભાગે અંદાજે ₹5 લાખની કિંમતની સોનાની ત્રણ કેપ્સ્યૂલ શોધી કાઢી છે.
આ રીતે પકડાયો સ્મગલર
19 ફેબ્રુઆરીએ જ્યારે ફખરુદ્દીન અમદાવાદ ઉતર્યો ત્યારે કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ને તેની ચાલ અને વર્તન પર શંકા ગઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે સોનાની કેપ્સ્યૂલ ગળી લીધી છે. ત્યારબાદ કોર્ટના આદેશથી તેને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સિવિલમાં ‘સ્પેશિયલ’ ઓપરેશન
તબીબી નિરીક્ષણ હેઠળ પાંચ દિવસ સુધી રાખ્યા બાદ, 24 ફેબ્રુઆરીએ કુદરતી હાજત (ટોઇલેટ) દ્વારા ફખરુદ્દીનના શરીરમાંથી ત્રણ આકાર વગરની સોનાની કેપ્સ્યૂલ બહાર આવી હતી.
સરકારી વેલ્યુઅરના જણાવ્યા મુજબ, આ સોનાનું કુલ વજન 37.18 ગ્રામ છે, જેની બજાર કિંમત ₹5,01, 827 થાય છે. કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ આ સોનું જપ્ત કરી મુસાફર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
એક જ અઠવાડિયામાં બે કિસ્સા
ચોંકાવનારી વાત એ છે કે, 19 ફેબ્રુઆરીએ પણ શાહરુખ નામના એક મુસાફર પાસેથી આ જ મોડસ ઓપરેન્ડી દ્વારા ₹21 લાખનું સોનું પકડાયું હતું. અગાઉ યુગાન્ડાની એક મહિલાના શરીરમાંથી ડ્રગ્સની 79 કેપ્સ્યૂલ પકડાઈ હતી, જેને તાજેતરમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
વારંવાર બનતી આ ઘટનાઓએ એરપોર્ટ સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક કરી દીધી છે. વધતી જતી સોનાની તસ્કરી ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને કસ્ટમ્સ સતર્કતાથી તેને ઝડપી લઇ ઉમદા ફરજ અદા કરી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.