પાર્સલમાંથી 52 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં લંડનથી આવેલા પાર્સલમાંથી રૂ. 52 લાખનો હાઈબ્રીડ ગાંજો મળ્યો
52 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
52 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના SOG એ એક મોટી સફળતા મેળવી છે. શુક્રવારે લંડનથી આવેલા પાર્સલમાંથી અંદાજે રૂપિયા 52.58 લાખની કિંમતનો 525 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ચોકલેટ અને બિસ્કિટના પેકેટમાં છુપાવીને મોકલવામાં આવ્યું હતું. SOG અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી.
વિદેશી પાર્સલમાંથી મળ્યો ગાંજો
અધિકારીઓના જણાવ્યા મુજબ, પોલીસે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસના પહેલા માળેથી આ ગાંજો જપ્ત કર્યો હતો. SOGની ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં કુલ 6 પાર્સલની તપાસ કરી હતી, જેમાં આ માદક દ્રવ્યો મળી આવ્યા હતા. પોલીસે આ મામલે NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad આંતરરાષ્ટ્રીય એરપોર્ટ: ડ્રગ્સ અને દાણચોરીનું કેન્દ્ર?
આંતરરાષ્ટ્રીય રેકેટની તપાસ શરૂ
SOG અધિકારીઓએ જણાવ્યું કે, આ પાર્સલ લંડનથી મોકલવામાં આવ્યા હતા. હજુ સુધી પાર્સલ મોકલનાર અને જેને આ ગાંજો મળવાનો હતો તે વ્યક્તિની ઓળખ થઈ નથી. પોલીસ આ શિપમેન્ટ પાછળના આંતરરાષ્ટ્રીય નેટવર્કને શોધવા અને અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે વધુ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.