મોરબીમાં હનીટ્રેપ કરનાર 5 આરોપીઓ પોલીસ સકંજામાં
મોરબીમાં ખેડૂત સાથે 'સોનાની લૂંટ': હનીટ્રેપમાં ફસાવી ૫૩ લાખ પડાવતી ગેંગ ઝડપાઈ...

હનીટ્રેપ કરનાર 5 આરોપીઓની ધરપકડ

હનીટ્રેપ કરનાર 5 આરોપીઓની ધરપકડ
મોરબીના રવાપર ગામે રહેતા એક સદ્ધર ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી અડધા કરોડથી વધુની રકમ પડાવતી શાતિર ટોળકીનો મોરબી પોલીસે પર્દાફાશ કર્યો છે. ખેતમજૂરની શોધમાં રહેલા ખેડૂત પાસે એક મહિલાને મોકલી, વાંધાજનક વીડિયો ઉતારી બ્લેકમેલિંગનો એવો ખેલ ખેલાયો કે ખેડૂતે પોતાની જીવનભરની કમાણી અને સોનાના બિસ્કિટ પણ ગુમાવવા પડ્યા. પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી રૂ. 51.11 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
મજૂરના બહાને મધમીઠી જાળ ઘટનાની વિગતો મુજબ, ભોગ બનનાર આધેડ ખેડૂતને વાડીએ કામ કરવા માટે મજૂરની જરૂર હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપીઓએ એક અજાણી મહિલાને ખેડૂત પાસે મોકલી હતી. ત્યારબાદ પૂર્વયોજિત કાવતરા મુજબ, ખેડૂત અને મહિલાના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લેવામાં આવ્યા હતા.
આ વીડિયો જાહેર કરવાની અને પોલીસ કેસ કરવાની ધમકી આપી ટોળકીએ ખેડૂત પાસે ઉઘાડી લૂંટ શરૂ કરી હતી. બદનામીના ડરથી ખેડૂતે ટુકડે-ટુકડે ચાર સોનાના બિસ્કિટ સહિત કુલ રૂ.53.50 લાખ આ ટોળકીને આપી દીધા હતા.
પોલીસ એક્શન અને ધરપકડ છેવટે હિંમત ભેગી કરી ખેડૂતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પાંચ આરોપીઓ – જીલુ પરસાડીયા, મુકેશ આલ, કરણ વરુ, પાંચા માણસુરિયા અને દેવાંગ વેલાણીની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓ બોટાદ, વાંકાનેર અને સુદામડા પંથકના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેમની પાસેથી સોનાના 3 બિસ્કિટ, ગુનામાં વપરાયેલી 2 કાર અને 1 સ્કૂટર કબજે કર્યું છે.
હજુ ૩ આરોપીઓ ફરાર આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મનીષ ગારીયા, રમેશ હાડગરડા અને હનીટ્રેપમાં વપરાયેલી અજાણી મહિલા હજુ પોલીસ પકડથી દૂર છે. મોરબી પોલીસ આ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ ખેડૂતો કે વેપારીઓને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.