ફૂડ પોઈઝનિંગથી 22 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી
ક્રિસમસ પાર્ટી બાદ ચોકલેટ અને ભોજનથી અસર, વડનગર સિવિલમાં સારવાર

22 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી

22 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામે આવેલી આદર્શ નિવાસી મોડલ સ્કૂલની હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી બાદ ભોજન અને ચોકલેટ લીધા પછી 20થી 22 વિદ્યાર્થિનીઓને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતાં ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાર્થિનીઓને ઊલટી, પેટમાં દુખાવો અને અસહ્ય ખાંસીની તકલીફ થતાં તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ક્રિસમસ પાર્ટી બાદ અચાનક તકલીફ સ્કૂલમાં ક્રિસમસની રજા હોવાથી વિદ્યાર્થિનીઓએ ઉજવણી કરી હતી. સાંજે ડેકોરેશન કરીને ભોજન લીધું અને નાચ-ગાન કર્યું. ત્યારબાદ શિક્ષિકાએ ચોકલેટ વહેંચ્યા હતા. ચોકલેટ ખાધા પછી વિદ્યાર્થિનીઓને અચાનક ખાંસી, ઊલટી અને પેટમાં દુખાવો શરૂ થયો. કેટલીક વિદ્યાર્થિનીઓનું ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું.
વિદ્યાર્થિની પ્રિંકલબેન ડામોરે જણાવ્યું કે, "સાંજે પાંચ વાગ્યે ઉજવણી કરી, જમ્યા, નાચ્યા અને મેડમે ચોકલેટ આપ્યા. ત્યારબાદ વાંચવા બેઠા ત્યારે ખાંસી અને ઊલટી શરૂ થઈ ગઈ. શિક્ષકોએ તરત રિક્ષા અને એમ્બ્યુલન્સ બોલાવીને અમને હોસ્પિટલ લઈ ગયા."
પાંચ એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડાયા રાત્રે લગભગ 10 વાગ્યે પાંચ એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાર્થિનીઓને વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. જિલ્લા પંચાયત સદસ્ય કુલદીપસિંહ ચૌહાણે જણાવ્યું કે, "કેટલીક બાળકીઓનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું, પરંતુ હાલ તમામની તબિયત સુધારા પર છે."
સ્કૂલમાં કુલ 165 વિદ્યાર્થિનીઓ છે, જેમાંથી 20થી 22ને આ અસર થઈ હતી. આરોગ્ય વિભાગે હોસ્ટેલના ભોજન અને ચોકલેટના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. તમામ વિદ્યાર્થિનીઓનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.
નોંધ: તમામ વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર અને સુધારા પર છે. તપાસમાં ભોજન કે ચોકલેટમાંથી કોઈ તત્ત્વની અસર હોવાનું પ્રાથમિક અનુમાન છે. વધુ વિગતો તપાસ પછી સામે આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.