અમદાવાદમાં AMTS બસનું રિપેરીંગ કરી રહેલા 2 ફોરમેનનું કચડાઇ જતાં મોત
પાછળથી આવેલા આઇસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

પાછળથી આવેલા આઇસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

પાછળથી આવેલા આઇસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
શહેરના ઘોડાસર વિસ્તારમાં નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી બસનું 2 ફોરમેન રિપેરીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી આઇસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા બંને ફોરમેન કચડાઇ ગયા હતા. આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે.
મળેલી માહિતી મુજબ અમદાવાદના ઘોડાસર આવેલા કેડીલા બ્રિજ પર એએમટીએસની બસ બ્રેક ડાઉન થતઇ હતી જેથી તેના રિપેરીંગ માટે એએમટીએસના 2 ફોર મેન આવ્યા હતા. બસ બ્રેક ડાઉન થયેલી હોવાથી ફોરમેન ટોઇંગ કરવા આવ્યા હતા અને તે વખતે ટોઇંગનો વાયર જ તૂટી જતાં બંને ફોરમેન રિપેર કરી રહ્યા હતા. એ જ સમયે પાછળથી આવેલા આઇસર ટેમ્પાએ જોરદાર ટક્કર મારી હતી જેના પગલે બંને ફોરમેન ચગદાઇ ગયા હતા અને સ્થળ પર જ બંનેના મોત થયા હતા.
એએમટીએસના અધિકારીએ કહ્યું કે બંને કર્મચારી એએમટીએસના ન હતી પણ આદિનાથ બલ્ક કેરીયર નામના ખાનગી બસ ઓપરેટરના કર્મચારી હતી. ઘટનાના પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.