ઓડિશાના દરિયાકાંઠે ઓલિવ રિડલી કાચબાઓનો નવો રેકોર્ડ
'ઓપરેશન ઓલિવિયા' હેઠળ દરિયાઈ જીવવિશ્વને નવી આશા

ભારતીય કોસ્ટ ગાર્ડનું ‘ઓપરેશન ઓલિવિયા’ સફળ

ભારતીય કોસ્ટ ગાર્ડનું ‘ઓપરેશન ઓલિવિયા’ સફળ
ફેબ્રુઆરી 2025માં, ઓડિશાની રુષિકુલ્યા નદીના મુખ પર એક અસાધારણ દૃશ્ય જોવા મળ્યું – અંદાજિત 6,98,718 ઓલિવ રિડલી દરિયાઈ કાચબાઓ એકસાથે માળા મુકવા માટે તટે આવી પહોંચ્યા. આ આંકડો ‘ઓપરેશન ઓલિવિયા’ હેઠળ અત્યારસુધીનો સૌથી મોટો નોંધાયેલો રેકોર્ડ છે.
'ઓપરેશન ઓલિવિયા' શું છે?
ઓપરેશન ઓલિવિયા એ એક વિશેષ રક્ષણાત્મક અભિયાન છે, જે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દર વર્ષે નવેમ્બરથી મે મહિના દરમિયાન હાથ ધરવામાં આવે છે. આ મિશનનો મુખ્ય હેતુ છે – લુપ્તપ્રાય દરિયાઈ કાચબાઓ, ખાસ કરીને ઓલિવ રિડલી (Olive Ridley) કાચબાઓની રક્ષા કરવી અને તેમને માળો મૂકવા માટે સલામત વાતાવરણ ઉપલબ્ધ કરાવવું છે.
કેમ જરૂર પડી ઓપરેશન ઓલિવિયાની?
ગહીરમાથા બીચ – જે ઓડિશાના કેન્દ્રાપાડા જિલ્લામાં આવેલું છે – દુનિયાભરમાં ઓલિવ રિડલી કાચબાઓ માટે સૌથી મોટાં માળા સ્થળોમાંનું એક ગણાય છે. દર વર્ષે આશરે 8 લાખ કાચબાઓ અહીં આવવાનું નોંધાય છે. જોકે, ગેરકાયદેસર માછીમારી, દરિયાઈ પ્રદૂષણ અને નિવાસ સ્થાનના નુકસાનથી તેમના અસ્તિત્વ પર સંકટ ઊભું થયું છે. માટે આ ઓપરેશન ઓલિવિયાની જરૂર પડી છે.
ઓપરેશન ઓલિવિયા હેઠળ, ભારતીય કોસ્ટ ગાર્ડે 5,387 સપાટી પેટ્રોલિંગ અને 1,768 હવાઈ દેખરેખ મિશન હાથ ધર્યા છે, જેનાથી ભારતના પૂર્વીય દરિયાકાંઠે ઓલિવ રિડલી કાચબાઓનું સતર્ક રક્ષણ સુનિશ્ચિત થયું છે. વધુમાં, ઓપરેશન ઓલિવિયા દરમિયાન ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓમાં રોકાયેલી 366 બોટને અટકાયતમાં લેવામાં આવી છે, જે ટકાઉ દરિયાઈ પ્રથાઓને મજબૂત બનાવે છે.
આ અભિયાન ભારતના પૂર્વીય દરિયાકાંઠે ટકાઉ અને પર્યાવરણીય રીતે જવાબદાર દરિયાઈ વ્યવહાર તરફ એક મોટું પગલું સાબિત થયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દક્ષિણ ગુજરાતના કુદરતી સ્થળોની મુલાકાતે જાઓ, પરંતુ પર્યાવરણની જવાબદારી ભૂલશો નહીં

'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું ફલિત ઈંડું કચ્છ લવાયું

ગ્રીન હોળી માટે મહાનગરપાલિકાનો ખાસ પ્લાન: પર્યાવરણ સુરક્ષા તરફ વધુ એક પગલું