E10 અને E20 પેટ્રોલ: વાહન માટે કેટલું સુરક્ષિત?
ભારતમાં નવા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની શરૂઆત, જાણો ફાયદા અને વાહન માટેની સાવચેતી
નવા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની શરૂઆત
નવા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની શરૂઆત
ભારતમાં પેટ્રોલ પંપ પર હવે E10 અને E20 પેટ્રોલના નવા નામ સાંભળવા મળે છે. પરંતુ મોટાભાગના લોકો માટે એ હજી અજાણ વિષય છે કે આ પેટ્રોલ શું છે, કેમ તેમાં ઇથેનોલ ભેળવવામાં આવે છે અને તે વાહનને અસર કરશે કે નહીં.
ઇથેનોલ ભેળવાનું કારણ
ઇથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે, જે શેરડી, મકાઈ કે ઘઉં જેવા પાકમાંથી બનાવવામાં આવે છે. સરકાર પેટ્રોલમાં 5, 10 અથવા 20 ટકાનો ઇથેનોલ ભેળવે છે, જેને અનુક્રમે E5, E10 અને E20 કહેવામાં આવે છે.
આર્થિક લાભ: ભારત તેની મોટી ઇંધણ જરૂરિયાત માટે આયાત પર આધારિત છે. ઇથેનોલ ભેળવાથી પેટ્રોલની આયાત ઘટે છે અને વિદેશી કરન્સીની બચત થાય છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ બાળતાં સમયે સામાન્ય પેટ્રોલ કરતાં ઓછા હાનિકારક વાયુઓ ઉત્સર્જિત કરે છે. આથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. શેરડી અને અન્ય પાકમાંથી ઇથેનોલ તૈયાર થવાને કારણે ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત મળે છે.
શું તમારું વાહન તૈયાર છે?
2020 પછીના મોટા ભાગના વાહનોમાં E10 પેટ્રોલ સુરક્ષિત રીતે વાપરી શકાય છે. 2022 પછીના નવા મોડેલ્સમાં તો ઘણી કંપનીઓએ E20 માટે પણ સપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે.
તમારા વાહન માટે તે યોગ્ય છે કે નહીં તેની તપાસ કરવા માટે:
વાહનના મેન્યુઅલમાં ઇંધણ વિભાગ તપાસો. ફ્યુઅલ ટાંકીના ઢાંકણ પર ઘણીવાર “E10 Suitable” અથવા “E20 Suitable” લખેલું હોય છે. જો સ્પષ્ટતા ન મળે તો કંપનીની વેબસાઇટ કે કસ્ટમર કેર પરથી માહિતી મેળવી શકાય છે.
સાવચેત રહેવું શા માટે જરૂરી?
જો તમારું વાહન માત્ર E10 માટે બનાવવામાં આવ્યું હોય અને તમે ભૂલથી E20 પેટ્રોલનો ઉપયોગ કરો, તો એન્જિનને નુકસાન પહોંચી શકે છે. એટલા માટે, પેટ્રોલ ભરાવતાં પહેલાં ખાતરી કરવી જરૂરી છે કે તમારું વાહન કયા મિશ્રણને સપોર્ટ કરે છે.
ભારત સરકાર આગામી વર્ષોમાં E20 પેટ્રોલના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવાની દિશામાં આગળ વધી રહી છે. પરંતુ વાહન માલિકોએ યોગ્ય માહિતી મેળવીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દક્ષિણ ગુજરાતના કુદરતી સ્થળોની મુલાકાતે જાઓ, પરંતુ પર્યાવરણની જવાબદારી ભૂલશો નહીં

'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું ફલિત ઈંડું કચ્છ લવાયું

ગ્રીન હોળી માટે મહાનગરપાલિકાનો ખાસ પ્લાન: પર્યાવરણ સુરક્ષા તરફ વધુ એક પગલું