બાળકી મોત કેસમાં FSL રિપોર્ટ બાદ પણ રહસ્ય યથાવત
ચાંદખેડા બાળકીના FSL રિપોર્ટમાં કોઈ પદાર્થ ન મળતાં તપાસ નવી દિશામાં આગળ વધે તેવી શક્યતા

મરણ પામેલી બાળકીઓના માતા-પિતા અને ઢોસાના ખીરાની પ્રતિકાત્મક તસવીર

મરણ પામેલી બાળકીઓના માતા-પિતા અને ઢોસાના ખીરાની પ્રતિકાત્મક તસવીર
અમદાવાદના ચાંદખેડામાં ઢોંસાના ખીરાથી બાળકીઓના શંકાસ્પદ મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. બંને બાળકીઓના FSLના રિપોર્ટમાં શંકાસ્પદ પદાર્થ નહી મળી આવતાં મોત કેવી રીતે થયાં તે બાબતે અમદાવાદ પોલીસ અવઢવમાં મૂકાઈ છે. FSLનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી થઈ છે અને કોકડું ગુચવાયું છે. મોતના કારણને શોધવું પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે. બાળકીના મોત ઢોંસાના ખીરાથી થયાં છે કે પછી અન્ય કોઈ બાબતે, તેનું તથ્ય હવે FSL રિપોર્ટનો સિવિલ હોસ્પિટલ દ્વારા અભ્યાસ કર્યા બાદ જાણવા મળશે.
ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો FSL રિપોર્ટ આવી ગયો છે. FSL રિપોર્ટ મળ્યા બાદ બાળકીઓના મોતનું રહસ્ય ઉકેલાયું નથી. FSL રિપોર્ટમાં કોઈ પણ પદાર્થ નહી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેથી ઢોંસાના ખીરાથી બંને બાળકીઓના મોતનું કારણ અકબંધ રહ્યું છે. બાળકીના મોત સાથે ઢોંસાના ખીરાનું કોઈ કનેકશન નથી તે હવે બહાર આવી ગયું છે.
ચાંદખેડા પોલીસે જાણકારી આપી છે કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતે મરણ જનાર બંને બાળકીઓ મિસ્ટી ઉંમર-3 તેમજ રાહા ઉંમર-અઢી માસના PM દરમિયાન લીધેલા વિસેરાના સેમ્પલનો FSL રિપોર્ટ આવી ગચો છે. આ રિપોર્ટ PM કરનાર પેનલ ડોક્ટર તરફ મોકલવામાં આવ્યો છે. ડૉક્ટર તરફથી "ફાયનલ કોઝ ઓફ ડેથ " આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બંને બાળકીઓના લીધેલા વિસેરાનો FSL રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ માટે મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં વધુ કેટલાક રિપોર્ટ સાથે FSL રિપોર્ટ મેચ કરી કારણ જાણવા પ્રયાસ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલની પ્રોસેસ બાદ વધુ વિગત જાણી શકાશે.
બીજી તરફ ઘટના બન્યા બાદ પોલીસે સમગ્ર પરિવારની પૂછપરછ કરી હતી. બાળકીઓએ ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ તબિયત બગડતા ઘટના બની હોવાનું નિવેદન આપ્યું હતું. જ્યારે પોલીસને તપાસ દરમિયાન પ્રજાપતિ પરિવારમાંથી ડાયરી મળી હતી. જેમાં ડાયરીનું લખાણ શંકા ઉપજાવે તેવું હતું. જેમાં વિમલ પ્રજાપતિની પત્નીએ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળ્યો હતો. તેણે દીકરા માટે શિવ મંદિરની માનતા પણ રાખી હતી. જોકે, આ ડાયરી કયા સમયની છે, રાહાના જન્મ પહેલાની છે કે પછી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
ચાંદખેડા વિસ્તારની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા. જ્યારે દીકરી રાહા અને મીસરીનું મોત નિપજ્યું હતું. ચાંદખેડા પોલીસે 7 એપ્રિલના રોજ ત્રણ મહિનાની રાહાનો મૃતદેહ બહાર કાઢી વિસેરા લઈ FSL રિપોર્ટ માટે મોકલ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!