બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યનો ઠાર
વેબ સિરીઝના ઓડિશન માટે આવેલા 17થી 20 બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યનું એન્કાઉન્ટર

રોહિત આર્ય

રોહિત આર્ય
મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા જાણીતા RA સ્ટુડિયોના પહેલા માળે ચાલતા એક્ટિંગ ક્લાસમાં 15થી 20 બાળકોને બંધક બનાવવાની માહિતી મળતાં જ સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બાળકો વેબ સિરીઝના ઓડિશન માટે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી આવ્યા હતા. આરોપી, જેની ઓળખ રોહિત આર્ય તરીકે થઈ છે, તેણે સ્ટુડિયોમાં બાળકોને બંધક બનાવ્યા હતા અને એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં તે કહી રહ્યો હતો કે તેને કેટલાક લોકો સાથે વાત કરવી છે અને જો તેની વાત નહિ માનવામાં આવે તો તે બધે આગ લગાડી દેશે તથા પોતાને અને બાળકોને નુકસાન પહોંચાડશે. બાળકો બારીમાંથી ડોકિયું કરીને મદદ માટે ઈશારા કરતા જોવા મળ્યા હતા, જ્યારે નીચે તેમના પરિવારજનોની આંખોમાં આંસુ હતા.
પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન
આ ગંભીર માહિતી મળતાં જ મુંબઈ પોલીસની અનેક ટીમો, ક્વિક રિએક્શન ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને RA સ્ટુડિયોની બહાર હાઈએલર્ટ જાહેર કર્યું હતું. DCP સહિતના વરિષ્ઠ અધિકારીઓએ આરોપી રોહિત આર્ય સાથે વાતચીત કરીને તેને શાંત પાડવાનો અને બાળકોને મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં ગેરકાયદે રહેતા 17 બાંગ્લાદેશી ઝડપાયા
રોહિત આર્ય માનસિક રીતે અસ્થિર
જોકે, રોહિત આર્ય માનસિક રીતે અસ્થિર લાગતો હતો અને બાળકોને છોડવા તૈયાર ન હતો. પોલીસે પરિસ્થિતિની ગંભીરતા જોતા બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશવાની યોજના બનાવી. પોલીસ કમાન્ડોની ટીમ બાથરૂમમાંથી સ્ટુડિયોમાં પ્રવેશી, અને જ્યારે આરોપીએ એર ગનથી ગોળીબાર કર્યો, ત્યારે જવાબી કાર્યવાહીમાં પોલીસે રોહિત આર્યને ગોળી મારી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બંધક બાળકોનો સુરક્ષિત બચાવ
પોલીસના આ રેસ્ક્યુ ઓપરેશનના કારણે તમામ 15થી 20 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તમામ બાળકો સુરક્ષિત છે અને તેમને તેમના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી પોલીસે એર ગન અને કેટલાક કેમિકલ પણ કબજે કર્યા છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે, આરોપી રોહિત આર્ય કદાચ કોઈ સરકારી કામના પેન્ડિંગ નાણાંકીય વિવાદને કારણે નારાજ હતો અને તેનું પગલું માનસિક અસ્થિરતાનું પરિણામ હતું. અન્ય વિગતોની યોગ્ય ચકાસણી પછી વહેલી તકે જાહેર કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!