છોટાઉદેપુરમાં પ્રેમીએ જ પ્રેમીની હત્યા કરી
સમલૈગિંક સંબંધમાં બે પ્રેમીઓ વચ્ચે ઝઘડો થયા બાદ મામલો બિચક્યો

સમલૈગિંક સંબંધમાં બે પ્રેમીઓ વચ્ચે ઝઘડો થયા બાદ મામલો બિચક્યો

સમલૈગિંક સંબંધમાં બે પ્રેમીઓ વચ્ચે ઝઘડો થયા બાદ મામલો બિચક્યો
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના જામલીમાં સમલૈંગિક સંબંધમાં થયેલા ઝઘડામાં પ્રેમી યુવકે પોતાના જ પ્રેમીની હત્યા કરી દેતાં સનસનાટી મચી ગઇ હતી.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ છોટાઉદેપુરના રાયસીંગપુરા ગામના પરિણીત યુવકને એક યુવક સાથે સમલૈગિંક સંબંધ હતો.દરમિયાન ક્વાંટના જામલી ખાતેથી રાયસિંગપુરાના બનસિંગ ઉર્ફે અંગુભાઇ ખજુરીયાભાઇ રાઠવાની લાશ મળી હતી જેથી પોલીસે તપાસ શરુ કરી હતી.
પોલીસે સીસી ટીવીના આધારે તપાસ કરતા બનસિંગભાઇની બાઇક પાછળ બેઠેલો શખ્સ સાબુતભાઇ કરશન રાઠવા હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસની ટીમ સાબુતભાઇના ઘેર પહોંચી હતી અને તેની અટકાયત કરી પૂછપરછ શરુ કરી હતી.
પોલીસ પૂછપરછમાં સાબતભાઇએ જણાવ્યું કે તેને બનસિગ સાથે છેલ્લા એક સપ્તાહથી સંબંધ બંધાયો હતો અને ગઇ 13 તારીખે બંને એક જ બાઇક પર બેસીને જામલી ખેતરમાં ગયા હતા. ખેતરમાં બંને વચ્ચે સંબંધના મામલે ઝઘડો થતાં તેણે બનસિંગે પહેરેલા મફલર વડે જ તેનું ગળુ દબાવ્યું હતું અને તેની હત્યા કર્યા બાદ તેનો મોબાઇલ ફોન લઇ સીમ કાર્ડ કાઢી ને તોડી નાખ્યું હતું અને ફોન કોતરમાં નાખી દીધો હતો. પોલીસે આ મામલે સાબુત રાઠવાની ધરકડ કરી તપાસ આદરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!