હૈદરાબાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરીનો પર્દાફાશ
બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની ગેંગમાંથી 12 આરોપીઓ ઝડપાયા, બે બાળકો બચાવાયા

બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી બાળ તસ્કરી કરીને 15 લાખમાં કરાતું હતું વેચાણ

બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી બાળ તસ્કરી કરીને 15 લાખમાં કરાતું હતું વેચાણ
તેલંગાણાના હૈદરાબાદમાં પોલીસે મોટી આંતરરાજ્ય બાળ તસ્કરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના 12 સભ્યોની ધરપકડ કરી બે નવજાત શિશુઓને બચાવી લેવામાં આવ્યા છે. આ ગેંગ ગરીબ પરિવારો પાસેથી બાળકો ખરીદીને નિઃસંતાન શ્રીમંત યુગલોને 15 લાખ રૂપિયામાં વેચાણ કરતી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાંથી એક બાળકની તસ્કરી કરી હૈદરાબાદમાં વેચાણ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
મિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકોનું વેચાણ કરતાં ત્યારે પોલીસે મુખ્ય આરોપી અને તેના સાથીઓની ધરપકડ કરી હતી. માધાપુર ઝોનના ડીસીપી રિતિરાજે જણાવ્યું કે આ ગેંગમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહારના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જે બાળ તસ્કરીમાં સંડોવાયેલા છે. આ ગેંગે દેશના વિવિધ વિસ્તારોમાં ગરીબ પરિવારોને ઓળખી કાઢ્યા બાદ બાળકોને ખવડાવવાની મજબૂરીનો લાભ લઈને તેમને ખરીદવા માટે મોટી રકમની લાલચ આપી હતી.
15 લાખ રૂપિયામાં બાળકોનો વેપાર
ગરીબ પરિવારો પાસેથી ખરીદેલા શિશુઓને નિઃસંતાન, શ્રીમંત પરિવારોને પ્રતિ બાળક આશરે 15 લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે સમગ્ર પ્રક્રિયા એજન્ટોની મદદથી ગોઠવવામાં આવી હતી. પોલીસે આ કેસના મુખ્ય આરોપી વી. બાબુ રેડ્ડીને IVF એજન્ટ તરીકે ઓળખી કાઢ્યો છે.
અમદાવાદના બાળકને વેચવાનો પ્રયાસ
તાજેતરમાં અમદાવાદથી એક બાળકને એજન્ટ દ્વારા હૈદરાબાદ લાવવામાં આવ્યું હતું. જેમાં તેના જૈવિક માતાપિતાને પૈસા ચૂકવ્યા હતા. બાદમાં બાળકને એક નિઃસંતાન દંપતીને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, સિદ્દીપેટ જિલ્લાના રામનપેટમાંથી પણ આવી જ રીતે બીજા શિશુની તસ્કરી કરવામાં આવી હતી. પોલીસે બંને શિશુઓને સુરક્ષિત સંભાળ માટે શિશુ વિહારને સોંપવામાં આવ્યા છે. આ ઘટના મામલે ફરિયાદ નોંધીને ગેરકાયદે તસ્કરી નેટવર્કના અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!