ધ્રાંગધ્રામાં મહિલા તાંત્રિકે બાળકનો જીવ લીધો
આરોપી મહિલા તાંત્રિકના ઘરની પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો, પોલીસ તપાસ તેજ

ધ્રાંગધ્રામાં કાર્તિકના મૃતદેહની દફનવિધિ કરાયા બાદ પોસ્ટ મોર્ટમ માટે બહાર કાઢ્યો હતો

ધ્રાંગધ્રામાં કાર્તિકના મૃતદેહની દફનવિધિ કરાયા બાદ પોસ્ટ મોર્ટમ માટે બહાર કાઢ્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ચાર વર્ષના નિર્દોષ બાળકની હત્યા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં એક તાંત્રિક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અંધશ્રદ્ધાના ખેલમાં એક માસૂમનો જીવ લીધો હોવાની આશંકાએ માનવતાને શર્મસાર કરી દીધી છે.
ધ્રાંગધ્રાના પુનિતનગર વિસ્તારમાં રહેતાં ફારુકભાઈ એછવાડિયાના દીકરા કાર્તિકનો મૃતદેહ 2 એપ્રિલના રોજ રહસ્યમય સંજોગોમાં પાણીની ટાંકીમાંથી મળ્યો હતો. જે તે સમયે પરિવારે અકસ્માત હોવાનું માની મૃતદેહની દફનવિધિ કરી દીધી હતી. ત્યારબાદ પરિવારને બાળકના મોત પાછળ કાવતરું હોવાની શંકા ગઈ હતી. શંકાના આધારે પરિવારે પોલીસનો સંપર્ક કરી તપાસની માંગ કરી હતી.
પરિવારની રજૂઆતને ધ્યાને લઈ પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં દફનાવેલો મૃતદેહ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. 17 એપ્રિલના રોજ બાળકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરાયું હતું. ફોરેન્સિક તપાસના પ્રાથમિક તારણો અને આસપાસની પરિસ્થિતિ જોતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. સ્થાનિક પોલીસ અધિકારીઓ આ કેસમાં સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરી રહ્યા છે.
મૃતક બાળકના ઘર પાસે રહેતી રેહાનાબેન માયક નામની મહિલાનું નામ સામે આવ્યું છે. જે પોતાને તાંત્રિક તરીકે ઓળખાવતી હતી. આ તાંત્રિક મહિલાએ બાળકની માતા પાસે પશુબલિની વિચિત્ર માંગણી કરી હતી. જ્યારે બાળકની માતાએ પશુ બલિ આપવાની ના પાડી દીધી હતી. રોષે ભરાયેલી તાંત્રિક મહિલાએ બદલો લેવા બાળકને પાણીની ટાંકીમાં ડૂબાડીને મારી નાખ્યો હોવાનો પરિવારે આરોપ મૂક્યો છે.
ધ્રાંગધ્રા સિટી પોલીસે રેહાનાબેન વિરુદ્ધ ગુનો નોંધીને તેની અટકાયત કરી છે. પોલીસ કસ્ટડીમાં આરોપી મહિલાની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસને આશંકા છે કે તપાસ દરમિયાન હજુ પણ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. અંધશ્રદ્ધાના કારણે અન્ય લોકો આરોપી મહિલાના શિકાર બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, ફારુકભાઈ બળદેવભાઈ એછવાડિયાના પરિવારમાં ચાર દીકરીઓ હતી. તેમની પત્ની પુત્રની ઈચ્છા રાખતા હતા. તેવામાં પાડોશમાં રહેતા રેહાનાબેન માયકે, જેઓ પોતાને માતાજીના ભુવા ગણાવતા હતા. તેમણે પુત્ર પ્રાપ્તિ માટે 'બાધા' આપી હતી.
સમય જતાં, 1 ફેબ્રુઆરી, 2022ના રોજ ફારુકભાઈના ઘરે પાંચમા સંતાન તરીકે પુત્રનો જન્મ થયો. જેનું નામ કાર્તિક રાખવામાં આવ્યું. પુત્ર જન્મ બાદ રેહાનાબેને પોતાના માતાજીને પશુ બલિ આપવાની માંગણી કરી હતી. જોકે, કાર્તિકની માતાએ પશુ બલિ આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે ચાર વર્ષનો કાર્તિક ઘર પાસે રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન રેહાનાબેનના ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી કાર્તિકનો મૃતદેહ મળ્યો હતો.
શરૂઆતમાં પરિવારે કોઈ કાર્યવાહી કર્યા વિના પુત્રના મૃતદેહની કબ્રસ્તાનમાં દફનવિધિ કરી દીધી હતી. બાદમાં પુત્રની હત્યા થઈ હોવાની શંકા ઉપજતાં 12 દિવસ બાદ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે મૃતક કાર્તિકની કબર ખોદીને મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો હતો. ત્યારબાદ પોલીસે રેહાનાબેન માયક વિરુદ્ધ તાંત્રિક વિધિ, કાળા જાદુ અને હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો