પોલીસે 3 શંકાસ્પદ સિરિયન નાગરિકોની કરી ધરપકડ
PM મોદીના અમદાવાદ પ્રવાસ પહેલાં, ગુજરાત પોલીસે 3 શંકાસ્પદ સિરિયન નાગરિકોની ધરપકડ કરી
3 સિરિયન નાગરિકોની ધરપકડ
3 સિરિયન નાગરિકોની ધરપકડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોલકાતાથી રોડ માર્ગે ગુજરાત આવેલા 6 શંકાસ્પદ સિરિયન નાગરિકો પૈકી 3ની અટકાયત કરવામાં આવી છે. આ ત્રણેય નાગરિકો ગાઝાના યુદ્ધગ્રસ્ત લોકો માટે દાન એકત્રિત કરવાનો દાવો કરી રહ્યા હતા. પરંતુ તેમની શંકાસ્પદ પ્રવૃત્તિઓ, સૈનિક જેવી કદકાઠી અને અરબી ભાષાનો ઉપયોગ જોઈને પોલીસને શંકા ગઈ. આ કાર્યવાહી દરમિયાન બાકીના 3 નાગરિકો ફરાર થઈ ગયા છે, અને ગુપ્તચર સંસ્થાઓના સૂત્રો મુજબ, તેમનું લોકેશન દક્ષિણ ભારતમાં હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર ઘટનાને પોલીસ મોટી સફળતા ગણાવી રહી છે.
શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને આર્થિક વ્યવહારો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે કે, આ સિરિયન નાગરિકો એક મહિના પહેલાં ભારતમાં ટુરિસ્ટ વિઝા પર આવ્યા હતા અને તેઓ ગાઝામાં થયેલી તબાહી માટે દાન માંગી રહ્યા હતા. તેમની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ બંને દ્વારા તેમના પર નજર રાખવામાં આવી હતી. DCP અજીત રાજીયાણ અને ACP ભરત પટેલે સતત 3 દિવસ સુધી તેમની હલચાલ પર વોચ રાખી.
શંકાસ્પદ આર્થિક વ્યવહારો
આ વોચ દરમિયાન જાણવા મળ્યું કે, તેમણે ગાઝામાં મદદના નામે એકઠા કરેલા રૂપિયામાંથી $3400 (લગભગ ₹3 લાખ) સી.જી. રોડ પરના એક ફોરેન એક્સચેન્જથી દુબઈ ટ્રાન્સફર કર્યા હતા. આ આર્થિક વ્યવહાર પણ શંકાસ્પદ હોવાનું જણાતા પોલીસે તુરંત કાર્યવાહી કરી અને 6 પૈકી 3ની અટકાયત કરી.
સૈનિક જેવા શારીરિક બાંધા
પોલીસને આ શંકાસ્પદ નાગરિકો પર તેમના શારીરિક બાંધાને કારણે શંકા ગઈ હતી. તેઓ સૈનિક જેવા બાંધા ધરાવતા હતા અને અરબી ભાષામાં વાત કરતા હતા. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, એક વ્યક્તિના ખભા અને છાતી વચ્ચે ગોળી વાગ્યાનું નિશાન પણ જોવા મળ્યું, જેનાથી પોલીસની શંકા વધુ મજબૂત બની. જો કે, તેઓ હજુ પણ ગાઝાના લોકોને મદદ કરવા માટે દાન માંગવા આવ્યા હોવાનું રટણ કરી રહ્યા છે.
વિઝા નિયમોનું કર્યું ઉલ્લંઘન
પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, આ નાગરિકો 17 જુલાઈના રોજ અમદાવાદ આવ્યા હતા અને દાન ઉઘરાવવા છતાં તેઓ થ્રી-સ્ટાર કક્ષાની મોંઘી હોટલમાં રોકાયા હતા, જે તદ્દન શંકાસ્પદ બાબત છે. પોલીસના મતે, ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવીને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી એ વિઝા નિયમોનું ઉલ્લંઘન છે.
આતંકી સંગઠન સાથે સંબંધની શંકા
પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને એવી શંકા છે કે, આ શંકાસ્પદ સિરિયન નાગરિકોનો સંબંધ હયાત તહરીર અલ-શમ (HTS) નામના આતંકી સંગઠન સાથે હોઈ શકે છે. આ સંગઠનને UN સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે અને તે સિરિયામાં આર્મફોર્સ્ડ તરીકે ઓળખાય છે. આ નાગરિકોની બોડી લેંગ્વેજ, શરીર પરના નિશાન અને તેમની સીરિયાથી ગુજરાત સુધીની સફર આ શંકાને વધુ બળ આપે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેમની પ્રવૃત્તિઓ અત્યંત શંકાસ્પદ છે અને વધુ તપાસ ચાલી રહી છે. વડાપ્રધાનના પ્રવાસ પહેલાં આ પ્રકારની અટકાયત થવી એ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો