GSTમાં છૂટથી હવે કેટલી થશે બચત?
દૂધ, બ્રેડ, પનીર અને અન્ય રોજીંદા ચીજવસ્તુઓ સસ્તી થઈ છે, તહેવારો પહેલા મોટી રાહત મળશે
આ વસ્તુઓ થશે સસ્તી
આ વસ્તુઓ થશે સસ્તી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં GSTમાં થયેલા સુધારાઓને 'બચત ઉત્સવ' ગણાવ્યો છે અને જણાવ્યું છે કે, આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પૈસાની બચત થશે. નવા GST 2.0 લાગુ થયા બાદ, નવરાત્રિના પહેલા દિવસ એટલે કે 22 સપ્ટેમ્બરથી લગભગ 99% રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ સસ્તી થઈ ગઈ છે, જેમાં દૂધ, બ્રેડ, પનીર, અને ઘી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સરકારે તહેવારોની સિઝન પહેલા આપેલી આ ભેટથી સામાન્ય ગ્રાહકોને ઘણી રાહત મળી છે.
દૂધ પર નહિ લાગે GST
રોજિંદા જીવનમાં વપરાતી અનેક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, બ્રેડ, પનીર, માખણ, ઘી અને અન્ય ઘણી વસ્તુઓ હવે ઓછી કિંમતે ઉપલબ્ધ છે. ખાસ કરીને, અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર (UHT) દૂધ કે જેના પર અગાઉ 5% GST લાગતો હતો, તે હવે 0% GST સ્લેબમાં સામેલ થતાં અમૂલ અને મધર ડેરી જેવી કંપનીઓએ તેની કિંમતો ઘટાડી છે. ઉદાહરણ તરીકે, 1 લિટર ટૉન્ડ-ટ્રેટ્રા પૅક દૂધ હવે રૂપિયા 77ને બદલે રૂપિયા 75માં અને 450 મિલી પૅક 33 રૂપિયાને બદલે 32 રૂપિયામાં મળશે. તેવી જ રીતે, પનીર પરનો 12% GST પણ નાબૂદ થતાં તે હવે GST-મુક્ત થઈ ગયું છે, જેનાથી 200 ગ્રામ પનીરના પૅકેટ પર 10 રૂપિયાની બચત થશે.
માખણ અને ઘી પણ સસ્તા થયા
રસોડામાં ઉપયોગમાં લેવાતા અન્ય ડેરી ઉત્પાદનો જેવા કે, માખણ અને ઘી પણ સસ્તા થયા છે. 500 ગ્રામ માખણ જે 305 રૂપિયામાં મળતું હતું, તે હવે 285 રૂપિયામાં મળશે અને 100 ગ્રામ માખણ 62 રૂપિયાને બદલે 58 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ઘી પરનો GST 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જેના કારણે અમૂલનું 1 લિટર ઘી 650 રૂપિયાને બદલે 610 રૂપિયામાં અને મધર ડેરીનું ઘી 675 રૂપિયાને બદલે 645 રૂપિયામાં મળશે.
આ પણ વાંચો: PM મોદીની રાષ્ટ્રને ભેટ: GST બચત ઉત્સવનો પ્રારંભ
નૂડલ્સ પર ટેક્સ 18%થી ઘટાડીને 5%
આ ઉપરાંત, આઈસ્ક્રીમ પણ સસ્તી થઈ છે. અમૂલના 1 લિટર વેનીલા મેજિક કપની કિંમત 195 રૂપિયાથી ઘટીને 180 રૂપિયા થઈ છે અને મધર ડેરીના આઈસક્રીમ કપ અને ચોકોબારની કિંમત 10 રૂપિયાથી ઘટીને 9 રૂપિયા થઈ છે. બ્રેડ પરનો 5% GST પણ નાબૂદ થતાં તે GST-મુક્ત થઈ ગઈ છે, જેનાથી 20 રૂપિયાના બ્રેડના પેકેટ પર 1 રૂપિયાની બચત થશે. પિઝા બ્રેડ પર પણ 5%નો GST હવે લાગુ થશે નહિ, જેનાથી 100 રૂપિયાનો પિઝા 95 રૂપિયામાં મળશે. પાસ્તા, કોર્ન ફ્લેક્સ અને નૂડલ્સ જેવી વસ્તુઓ પરનો GST 12થી 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જેનાથી 100 રૂપિયાના નૂડલ્સના પેકેટ પર 18થી 12 રૂપિયાની જગ્યાએ માત્ર 5 રૂપિયાનો ટેક્સ લાગશે.
118 રૂપિયાનું શેમ્પૂ105માં મળશે
રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે, બિસ્કિટ-નમકીન, તેલ, શેમ્પૂ અને સાબુ પર પણ GST દરોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. બિસ્કિટ-નમકીન પરનો 12થી 18%નો ટેક્સ હવે ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જેનાથી 5 રૂપિયાના નમકીન પર 0.60 રૂપિયાની જગ્યાએ 0.25 રૂપિયા અને 5 રૂપિયાના બિસ્કિટ પર 0.90 રૂપિયાની જગ્યાએ 0.25 રૂપિયા ટેક્સ લાગશે. તેવી જ રીતે, તેલ, શેમ્પૂ અને સાબુ પરનો 18% GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જેના કારણે 118 રૂપિયાનું શેમ્પૂ પૅક હવે 105 રૂપિયામાં મળશે.
50 રૂપિયાની ચોકલેટ હવે 44 રૂપિયામાં મળશે
તહેવારોના સમયમાં ચોકલેટ અને મીઠાઈઓની ખરીદીમાં પણ ફાયદો થશે. 50 રૂપિયાની ચોકલેટ હવે 44 રૂપિયામાં મળશે, જ્યારે 400 રૂપિયા પ્રતિ કિલોના લાડુ પર 72 રૂપિયાને બદલે માત્ર 20 રૂપિયાનો ટેક્સ લાગશે. આ ઉપરાંત, બાળકોની શૈક્ષણિક વસ્તુઓ જેવી કે, નોટબુક, પેન્સિલ, રબર, ગ્લોબ, પ્રેક્ટિસ બુક અને ગ્રાફ બુક પરનો 12% GST નાબૂદ કરીને તેમને GST-મુક્ત કરવામાં આવ્યા છે, જે શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PAN વગરના મોટા વ્યવહારોની માહિતી પણ Income Tax Department સુધી પહોંચશે. જાણો CBDTના નવા Form 97-98 નિયમો.

માઇક્રોસોફ્ટના આગામી ડેટા સેન્ટર માટે ભારત સરકારે આપી એવી સલાહ કે સીધી વીજળી સાથે જોડાયેલી છે!

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.