વટવા GIDCમાં વેપારી પર જાહેરમાં કરાયો હુમલો, 8 આરોપીઓ ઝડપાયા, 1 ફરાર
અમદાવાદમાં વટવા GIDCમાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો, 8 આરોપીઓ ઝડપાયા, 1 આરોપી થયો ફરાર, ભાવતાલના વિવાદમાં ઘાતકી હુમલો થયો.

વટવા GIDC મારામારીનો મામલો

વટવા GIDC મારામારીનો મામલો
અમદાવાદમાં વટવા GIDC વિસ્તારમાં રવિવારે દહેશતભર્યો બનાવ સામે આવ્યો છે, જ્યાં મોબાઈલની દુકાનમાં ખરીદી દરમિયાન ભાવતાલના મુદ્દે વેપારી પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. રાધે મોબાઈલ નામની દુકાનમાં આવેલા ગ્રાહકો સાથે વેપારી કમલેશ ભાઈ સંતાણી વચ્ચે ભાવતાલને લઈને બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ જયકુમાર હરિસિંગ ગઢવી નામના શખ્સે તેના સાથીઓને બોલાવ્યા હતા અને થોડા જ સમયમાં વિહાર જોશી, કૃણાલ બારાપાત્રે, વિશાલ ઉર્ફે કાલીયો ગજજર સહિતના આરોપીઓ ધોકા, પાઈપ અને છરીઓ લઈને દુકાનમાં ઘૂસ્યા અને વેપારી પર હુમલો કર્યો.
આ સમગ્ર ઘટનામાં વેપારીએ ગંભીર ઈજાઓ ભોગવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ દુકાનમાં તોડફોડ કરીને આખા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઘટના બાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. તેમની દહેશતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની માહિતી મળતા જ વટવા GIDC પોલીસ અને ઝોન 6 LCB સ્કોડની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે માત્ર 48 કલાકમાં 7 આરોપીઓ – જયકુમાર ગઢવી, વિશાલ ગજજર, શુભમ દેશમુખ, કૃણાલ બારાપાત્રે, સિદ્ધાર્થ ઝાલા, વિહાર જોશી અને રાકેશ સોલંકીની ધરપકડ કરી છે. વધુમાં, એક શખ્સ હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
ફરિયાદ મુજબ વેપારીએ આરોપીઓ પર રૂપિયા 50 લાખની ખંડણી માંગવાનો આક્ષેપ પણ કર્યો છે. જોકે, પોલીસને હજુ સુધી મેસેજ કે કોલના આધારે ખંડણીનો કોઈ પુરાવો મળ્યો નથી. જોકે, આરોપીઓના પૂર્વ ગુનાઓની પણ માહિતી બહાર આવી છે -જેમાં વિશાલ પર અગાઉ 6 ગુનાઓ, જયકુમાર અને સિદ્ધાર્થ પર 1-1 ગુના નોંધાયા છે.
પોલીસે હાલ ગુનો દાખલ કરીને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને રિમાન્ડની પણ માંગણી કરી છે. સમગ્ર ઘટનામાં વધુ તપાસ ચાલી રહી છે કે, આ હુમલો માત્ર ભાવતાલના વિવાદથી થયો હતો કે પાછળથી કોઈ મકસદ હતો. વટવા GIDC વિસ્તારમાં આવી દહેશતજનક ઘટનાઓ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.