અકોટા બ્રિજ પર જીવલેણ અકસ્માતમાં યુવકનું મોત
માથે પ્લાસ્ટિકની થેલી બાંધી બાઈક ચલાવતા યુવકે કાબૂ ગુમાવ્યો, ડિવાઈડર સાથે અથડાતા ઘટનાસ્થળે

અકોટા બ્રિજ અકસ્માત

અકોટા બ્રિજ અકસ્માત
ડિવાઈડર સાથે બાઈક અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત :
વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ગત મોડી રાત્રે એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકોટા બ્રિજથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જઈ રહેલા એક બાઈક ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સીધું રોડના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
પ્લાસ્ટિક બેગ બાંધીને બાઈક ચલાવતો હતો યુવક :
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે યુવકે પોતાના મોઢા અને માથાના ભાગે પ્લાસ્ટિકની થેલી બાંધેલી હતી. આ વિચિત્ર સ્થિતિમાં પૂરઝડપે બાઈક ચલાવવી તેના માટે જીવલેણ સાબિત થઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
હોસ્પિટલમાં દમ તોડ્યો, ઓળખ હજુ અકબંધ :
ગંભીર રીતે લોહીલુહાણ થયેલા આશરે 25 વર્ષીય યુવકને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ (SSG) ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જે બાઈક પર અકસ્માત થયો તે અન્ય કોઈ વ્યક્તિના નામે નોંધાયેલું છે. હજુ સુધી મૃતકની સચોટ ઓળખ થઈ શકી નથી.
પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ :
રાવપુરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવકે માથા પર પ્લાસ્ટિકની થેલી કેમ બાંધી હતી અને તે કોઈ સ્ટંટ કરી રહ્યો હતો કે કેમ, તે જાણવા માટે પોલીસ બ્રિજ પર લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહી છે. મૃતકના પરિવારજનોની શોધખોળ માટે સોશિયલ મીડિયા અને આસપાસના પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.