અસામાજીક તત્વોના ત્રાસના વિરોધમાં યાત્રાધામ અંબાજી સજ્જડ બંધ
વેપારીઓએ આપેલા બંધના એલાનને 200 ટેક્સી ચાલકોનું સમર્થનઃ પોલીસની કામગીરી સામે વેપારીઓનો વિરોધ

Yatra Dham Ambaji strictly closed in protest against torture by anti-social elements

Yatra Dham Ambaji strictly closed in protest against torture by anti-social elements
અસામાજીક તત્વોના વધી રહેલા ત્રાસના વિરોધમાં વેપારીઓએ આપેલા બંધના એલાનના પગલે યાત્રાધામ અંબાજી સજ્જડ બંધ રહ્યુ છે.
વેપારીઓએ માનસરોવર ખાતે મિટિંગ યોજી બંધનું એલાન આપવાનો નિર્ણય કર્યો હતો. વેપારીઓએ એકઠા થઈ અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવાની માંગ સાથે આવેદનપત્ર આપવા અંગે ચર્ચા કરી હતી.
અંબાજી પોલીસ સ્ટેશનમાં PSI સાથે યોજાયેલી બેઠક બાદ વેપારીઓએ બજાર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે મોડી રાત્રે ગ્રામજનો અને વેપારીઓની બેઠક બાદ અંતે અંબાજી બંધનું એલાન આપ્યુ હતું. વેપારીઓએ આપેલા બંધના એલાનને 200 ટેક્સી ચાલકોએ સમર્થન આપ્યુ હતુ.
અસામાજીક તત્વોના ત્રાસના વિરોધમાં અંબાજી સજ્જડ બંધ રહ્યુ છે. તમામ દુકાનો, ચા સ્ટોલ, લારી ગલ્લાઓ બંધ રહ્યા છે. અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો હવે પરિવારની સુરક્ષાને લઇ ચિંતિત બન્યા છે.
વેપારીઓએ અંબાજી બંધને સમર્થન આપી ધંધા-રોજગાર બંધ રાખ્યા છે. અંબાજીના વેપારીઓ અને ગ્રામજનોએ ભેગા મળી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. અંબાજી પોલીસે સુરક્ષા અને કાયદા વ્યવસ્થા અંગે ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતુ.
200 ટેક્સી ચાલકોનું બંધના એલાનને સમર્થન
અંબાજીમાં વેપારીઓ સાથે તમામ ટેક્સી ચાલકોએ હડતાળ પાડી છે. અસામાજીક તત્વોના વિરોધમાં 200 ટેક્સી ચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે.
ટેક્સી ચાલકો પણ અસામાજીક તત્વોથી પરેશાન છે. ટેક્સી ચાલકોની હડતાળથી યાત્રિકોને તકલીફ પડી હતી. ટેક્સી ચાલકોએ તમામ માર્ગો પર પોતાની સલામતી અંગે સવાલ ઉઠાવ્યા છે.
અંબાજી બંધનો નિર્ણય મોકૂફ રખાયો હતો
અંબાજી બંધના એલાનને પગલે પોલીસ સક્રિય બની હતી. અંબાજીના PSIએ ગ્રામજનો અને વેપારીઓને સુરક્ષાની ખાતરી આપી હતી.
તેમણે કહ્યુ હતું કે, સોમવારે બનેલા ગુનાના બે આરોપીઓને પકડી પાડ્યા છે. સુરક્ષાને લઈ પેટ્રોલિંગ વધારવામાં આવશે. આ ઉપરાંત ઘોડેસવારી સાથે વોચ રાખવા અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરાશે.
અંબાજી ગામને ભયમુક્ત બનાવવાનું આશ્વાસન આપતાં વેપારીઓએ અંબાજી બંધના એલાનને મોફૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
પોલીસના નિવેદન સામે મહિલાઓમાં રોષ
અંબાજીમાં વધતી ગુનાખોરીને લઈ વેપારીઓ માન સરોવર ખાતે એકઠા થયા હતા. એક મહિલાએ પોલીસ મથકે ફોન કરતા પોલીસે જણાવ્યું હતું કે, અસામાજિક તત્ત્વો આવે તો ઘરમાં રહો.
જેને લઇને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અંબાજીના લોકો હવે લડી લેવાના મૂડમાં છે. જેથી તમામ વેપારીઓએ પોલીસની કામગીરી સામે અને અસામાજિક તત્ત્વોના ત્રાસ મામલે અંબાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
મેડિકલ સ્ટોરમાં અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો
અંબાજીના મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં 29 જુલાઈના રોજ સાંજે અસામાજિક તત્ત્વો પથ્થરમારો કરીને ભાગી ગયાં હતાં. તેમ છતાં પોલીસે એકપણ આરોપીને ન પકડતા વેપારીઓએ માન સરોવર ખાતે એકઠાં થઈ પોતાની વ્યથા ઠાલવી હતી.
અંબાજી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી લડત ચલાવવાનો નિર્ણય કર્યો હતો.
અંબાજીમાં ચોરી અને લૂંટની ઘટનાઓને લઈ નારાજગી
યાત્રાધામ અંબાજીમાં છેલ્લા બે મહિનાથી પોલીસની કામગીરી નિષ્ફળ રહી છે. અંબાજીની આસપાસના વિસ્તારોમાં રહેતા અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા મોબાઇલ ઝૂંટવાની ઘટનાઓ વધી છે.
વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરી માર મારવામાં આવતો હોય છે અને મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જાય છે. તાજેતરમાં આઠ નંબર વિસ્તારમાં ચોરીની ઘટના પણ બની હતી. વેપારીઓએ જણાવ્યુ કે યાત્રાધામમાં દૂર-દૂરથી લાખો લોકો આવે છે.
આજ સુધી લોકો સુરક્ષિત હતા. પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે, અંબાજીમાં વસવાટ કરતા સ્થાનિકો સુરક્ષિત નથી. કેટલાક અસમાજિક તત્વો ત્રણ-ચાર મહિનાથી તમામ રસ્તા પર લૂંટ મચાવે છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા અસામાજીક તત્વોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે, તેઓ ગામની અંદર દુકાનોમાં પથ્થરમારો કરવા લાગ્યા છે.
નિરાકરણ નહીં આવે તો અનિશ્ચિત મુદત સુધી અંબાજી બંધ :
વેપારીઓએ કહ્યુ કે અંબાજીમાં મેડિકલની દુકાનો ઓછી થઈ ગઈ છે અને દારૂનું વેચાણ વધારે જોવા મળી રહ્યું છે. પથ્થરમારો, ચાકુબાજી, લૂંટફાટની ઘટના સામાન્ય થઈ ગઈ છે.
આજે અસામાજીક તત્વો દુકાનમાં ઘૂસ્યા છે. કાલે કોઈના ઘરમાં ઘૂસી જશે. પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ક્યાં સુધી આવું ચાલશે.
આવી પરિસ્થિતિ રહી તો એક દિવસ માટે નહી પણ અનિશ્ચિત મુદત માટે અંબાજી બંધ રાખીશું. અમને જ્યાં સુધી સુરક્ષા નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત