છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની આરાધના, રોગ-શોકનો નાશ
"ॐ દેવી કાત્યાયન્યૈ નમઃ" મંત્રના જાપથી માતા પ્રસન્ન થઈ દૈવિક કૃપા વરસાવે છે
છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની આરાધના
છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની આરાધના
મા કાત્યાયનીના પ્રાગ્ટય અંગે એક કથા અતિ જાણીતી છે. પૌરાણિક કથા પ્રમાણે, ઋષિ કતને કાત્ય નામે એક પુત્ર હતા. ઋષિને પુત્રીની મહેચ્છા હતી. તેઓ મા ભગવતીના પરમ ઉપાસક હોવાથી તેમણે ઉગ્ર તપસ્યા કરી હતી. માતા ભગવતીને પોતાની ભક્તિથી પ્રસન્ન કર્યા. તેમણે દેવી પાસેથી વરદાન માંગવા કહ્યું તો કે મા ભગવતી તેમની પુત્રી તરીકે અવતરે. આમ દેવી દુર્ગાના અવતાર એવાં કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જન્મ્યાં અને કાત્યાયની કહેવાયા.
એવી કથા પણ મળે છે કે, જ્યારે મહિષાસુરના તાપ સંતાપ પૃથ્વીના લોકોને અતિશય પ્રતાડિત કરી રહ્યાં હતાં ત્યારે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-ત્રિ દેવે પોતાના તેજઅંશ અર્પણ કરીને મહિષાસુરમર્દિની દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને આ દેવીનું સૌપ્રથમ પૂજનઅચર્ન કર્યું તેનાથી દેવી કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયા.

નવરાત્રીના છઠ્ઠા દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોક, ભય, સંતાપ સઘળું નષ્ટ થાય છે. માતા કાત્યાયની સાથે સંકળાયેલી અન્ય એક વાત પણ જોડાયેલી છે, મનગમતો જીવનસાથી મેળવવા માટે પણ આ દેવીને પ્રસન્ન કરવામાં આવે છે. બ્રહ્મમંડલના અધિષ્ઠાત્રી દેવીની ભક્તિથી ભક્તને સર્વાર્થ મળે છે. અર્થાત, ચારેય કામ- ધર્મ, અર્થ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભક્તનો પ્રભાવ વધે છે. મા કાત્યાયની જન્મજન્માંતરના પાપનો નાશ કરીને આધિવ્યાધિઉપાધિ હરે છે.
કાત્યાયનીનું સ્વરૂપ
સુવર્ણ વર્ણ
ચાર ભુજા
અભયમુદ્રા (જમણો ઉપરનો હાથ)
વર મુદ્રા (જમણો નીચેનો હાથ)
તલવાર (ડાબી બાજુનો ઉપરના હાથ)
કમળ (ડાબી બાજુનો નીચેનો હાથ)
વાહન - સિંહ

કાત્યાયનીની પૂજા વિધિ
પૂજામાં લાલ કે પીળા વસ્ત્ર ધારણ કરી બેસવું
માની મૂર્તિ કે ફોટાનું પૂજન કરવું
માતાને પીળા ફૂલ અને પીળું નૈવેધ અર્પણ કરવું
માતાને કંકુ, અક્ષત, હળદર, મહેંદી સહિત તમામ પૂજન સામગ્રી તથા વસ્ત્ર અર્પણ કરવું
માતાને હળદરની 3 ગાંઠ અર્પણ કરો
માતાને મધ ખુબ પ્રિય છે આથી તે પણ અર્પણ કરવું
પૂજાની સામગ્રી
લાલ કે પીળા વસ્ત્રો, માતાની મૂર્તિ કે ફોટો, આસાન, પીળા ફૂલ, પીળું નૈવેધ, કંકુ, અક્ષત, હળદર, મહેંદી, મધ

કાત્યાયનીનો મંત્ર
चंद्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥
ॐ देवी कात्यायन्यै नमः॥
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો