આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે ?
ચાર દિવસમાં 15 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન, જાણો શું છે આગાહી

કડકડતી ઠંડી પડશે

કડકડતી ઠંડી પડશે
રાજ્યમાં ઠંડીની ધીમી શરૂઆત થઈ છે. સવારે અને રાતે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જો કે, બપોરનાં સમયે તાપમાન વધુ રહેતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન, હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે બે દિવસ બાદ વાતાવરણમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. પરંતુ, 4 દિવસ બાદ તાપમાન 2 ડિગ્રી સુધી વધી શકે છે.
ગુજરાતના પાટનગરમાં નોંધાયું લઘુત્તમ તાપમાન
નવેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ મહિનામાં સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું.આ સિવાય ગુજરાતના ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું.
9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. આ સિવાય નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં તાપમાન 18.9 ડિગ્રી નોંધાયુ હતું. પાટનગર ગાંધીનગરમાં તાપમાન 16 ડિગ્રી, વડોદરા અને રાજકોટમાં 17 ડિગ્રી તેમજ ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 18.8, અમરેલીમાં 19.6 ડિગ્રી તાપમાન, ભૂજમાં 19.7 ડિગ્રી, ભાવનગરોમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેની અસરે આગળના દિવસોમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ