અમેરિકાથી પરત આવેલાં ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે શા માટે કરવી પડી સ્પષ્ટતા?
33 નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનો રાજ્ય સરકારનો દાવો

સંકલન માટે DySP કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા

સંકલન માટે DySP કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા
સુરેશ વણોલ, અમદાવાદ
અમેરિકાથી પરત આવેલાં ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા 33 નાગરિકોની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનો દાવો કરાયો છે. અમદાવાદ એરપોર્ટથી ગુજરાતના 33 નાગરિકોને પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યુ છે કે, અમેરિકાથી પરત ફરેલા 104 ભારતીય નાગરિકો પૈકી 33 નાગરિકો ગુજરાતના છે. 5 ફેબ્રુઆરીના રોજ 33 નાગરિકોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશનની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે સહાનુભૂતિ સાથે ૩૩ નાગરિકોને ઘર સુધી સલામત રીતે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. ૩૩ નાગરિકોના રહેણાંક વિસ્તારની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરવામાં આવી હતી. જેમના માર્ગદર્શન હેઠળ તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બુધવારે આ નાગરિકોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગુજરાતના 33 નાગરિકોની સુરક્ષા અને સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરાયા હતા. અમૃતસર ખાતે ઈમિગ્રેશન ક્લિયરન્સ અને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતના તમામ 33 નાગરિકોને વાયા દિલ્હીથી ફ્લાઈટ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ ગુરૂવારે વહેલી સવારે 6.10 કલાકે પહોંચ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.