IPS અધિકારી રવીન્દ્ર પટેલને ત્યાં SEBIએ કેમ દરોડા પાડ્યા..? IPS લોબીમાં ચર્ચા
રવીન્દ્ર પટેલને ત્યાં દરોડામાં કેન્દ્રીય એજન્સીઓને એવું તો શું મળ્યું ?

રવીન્દ્ર પટેલને ત્યાં દરોડામાં કેન્દ્રીય એજન્સીઓને એવું તો શું મળ્યું ?

રવીન્દ્ર પટેલને ત્યાં દરોડામાં કેન્દ્રીય એજન્સીઓને એવું તો શું મળ્યું ?
રાજ્યના IPS અધિકારી રવીન્દ્ર પટેલને ત્યાં SEBI એ પાડેલા દરોડાના પગલે ખળભળાટ મચી ગયો છે. સેબીની ટીમે ગુરુવારે રવીન્દ્ર પટેલના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામમાં મકાનમાં દરોડો પાડીને તપાસ કરી હતી જ્યારે ગલોડીયા ગામમાં રહેતા રવીન્દ્ર પટેલના સાળાના ઘેર પણ ઉંડી તપાસ કરી હતી. ઉલ્લેખનિય છે રવીન્દ્ર પટેલ 2016ની બેચના IPS અધિકારી છે. તેમના પિતા પણ IG કક્ષાના નિવૃત IPS અધિકારી છે.
SEBIએ ફટકારેલી નોટિસમાં રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથોસાથ છ મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ નહીં કરવાની બાહેધરી આપતાં સમાધાન કર્યું હોવાની માહિતી પણ મળી છે. સવાલ એ છે કે જો સમાધાન થઇ ગયું હોય તો પછી દરોડા કેમ પડ્યા તે વિશે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.
મળેલી માહિતી મુજબ સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ કંપનીનાં શેરનાં ભાવમાં યુ-ટ્યુબ વીડિયો દ્વારા કંપનીની વિકાસની વાતો, વિસ્તરણ તેમજ ભ્રામક વાતો ફેલાવતી જાહેરાતો કરીને કૃત્રિમ ઉછાળો લાવવામાં આવ્યો હોવાની ફરિયાદ જુલાઇ- સપ્ટેમ્બર-2022માં સેબીને મળી હતી. આ ફરિયાદના આધારે સેબીએ તપાસ કર્યા બાદ રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલ સહિત અન્યોને 9 જાન્યુઆરી, 2024માં કારણદર્શક નોટિસ ફટકારી હતી. જેમાં તમે સેબી ધારાની વિવિધ કલમો હેઠળની જોગવાઇઓનો ભંગ કર્યો છે. તો તમારી સામે સેબી અધિનિયમ 1992ની વિવિધ કલમો હેઠળ યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી. તમે ખોટો નફો કમાવવા માટે તમે રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા છે, આવા આક્ષેપો બદલ તમારી સામે દંડનીય કાર્યવાહી કેમ ના કરવી? આ નોટિસના જવાબમાં રવીન્દ્ર પટેલે સેબી સમક્ષ સમાધાનકારી પ્રક્રિયા માટે 24 ફ્રેબ્રુઆરી, 2024ના રોજ સેટલમેન્ટ અરજી કરી હતી.
સેટલમેન્ટ જોગવાઇના સંદર્ભમાં સેબીની ઇન્ટરનલ કમિટીની 13 ઓગસ્ટ, 2024 અને 15 ઓક્ટોબર, 2024ના રોજ મિટિંગ મળી હતી. આ મિટિંગમાં રવીન્દ્ર પટેલે દરખાસ્ત કરી હતી કે, આમાં ખોટી નફાખોરી થઇ છે તેની અમે ક્ષતિ પૂર્તિ કરીએ. આ દરખાસ્તના ભાગરૂપે 1,90,61,362 અને 72.80 લાખની પેનલ્ટી પણ ભરી છે. બંનેના સરવાળો કરીએ તો અંદાજે 2.62 કરોડની રકમ 19 ફ્રેબ્રુઆરી, 2025ના રોજ ભરપાઇ કરી દીધી હતી. એટલું જ નહીં, પરંતુ દંડ ભરપાઇ સાથે છ મહિના સુધી આ કંપનીના શેરોની ખરીદી, વેચાણ તેમજ લેવડ-દેવડ નહીં કરવાની પણ રવીન્દ્ર પટેલે સંમતિ દર્શાવી હતી. આ ઓર્ડર 27 ફ્રેબ્રુઆરી, 2025ના રોજ થયો હતો.
સવાલ એ પુછાઇ રહ્યો છે કે હવે એવું તો શું મળ્યું છે કે સેબીએ ફરીથી આઇપીએસ અધિકારીને ત્યાં તપાસ કરી. ગઇ કાલે રવીન્દ્ર પટેલના પિતા અને સાળાની પણ પૂછપરછ કરાઇ હોવાનું જાણવા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.