ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ અકસ્માત થાય છે
દરરોજ 75 વ્યક્તિથી વધુને ઈજા પહોંચે છે

અકસ્માત

અકસ્માત
અમદાવાદમાં વાહન અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024 અમદાવાદમાંથી જ 20,159 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ગત વર્ષની સરખામણીએ વાહન અકસ્માતથી ઈજાના પ્રમાણમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધી 78 હજાર 415 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી છે. આ સ્થિતિએ રોજ સરેરાશ 75 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા બાદ ઈમરજન્સી સેવાની મદદ લીધી છે. બીજી તરફ વર્ષ 2023 આ સમયગાળામાં અમદાવાદમાં 19 હજાર 122 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થતાં ઈમરજન્સીની મદદ લેવી પડી હતી.
આ વર્ષે 1 લાખ 1 9હજારથી વધુને વાહન અકસ્માતમાં ઈજાઓ પહોંચીબીજી તરફ ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી વાહન અકસ્માતથી ઈજાના કુલ 1, લાખ 19 હજાર ,220 કેસ નોંધાયા છે. આમ, પ્રતિ દિવસે દરરોજ સરેરાશ 436ને વાહન અકસ્માતમાં ઈજા પહોંચે છે. 2023 આ સમયગાળામાં વાહન અકસ્માતથી ઈજાના 1.લાખ 16 હજાર કેસ નોંધાયા હતા. આ વર્ષની સ્થિતિ જોતાં કહી શકાય કે ગુજરાતમાં રોજ થતાં અકસ્માતમાંથી 17 ટકા માત્ર અમદાવાદના હોય છે.
એવું કહી શકાય કે રસ્તે નીકળવું એટલે જીવ જોખમમાં મૂકવો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ