હોલિકા દહન ક્યારે? જાણો શુભ મુહૂર્ત અને વિગતો
3 માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારત પર દેખાશે; સૂતક કાળને કારણે હોળી 4 માર્ચે

જાણો શુભ મુહૂર્ત અને વિગતો

જાણો શુભ મુહૂર્ત અને વિગતો
વર્ષ 2026માં હોળીના પર્વ પર ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ તારીખોમાં ફેરફાર થયો છે. મોટાભાગના વિદ્વાનો અને જ્યોતિષીઓના મતે ૩ માર્ચના રોજ ગ્રહણ અને સૂતક હોવાથી હોળીની ઉજવણી 4 માર્ચના રોજ કરવી શાસ્ત્રસંમત રહેશે.
મહત્વની તારીખો અને સમય (Holi 2026 Dates):
હોલિકા દહન: 2 માર્ચ 2026 સોમવાર (પ્રદોષ કાળ અને ભદ્રા રહિત સમયમાં).
ચંદ્રગ્રહણ (3 માર્ચ): આ દિવસે સૂતક અને ગ્રહણ હોવાથી કોઈ પણ શુભ કાર્ય કે રંગોની હોળી રમી શકાશે નહીં.
ધૂળેટી (રંગો વાળી હોળી): 4 માર્ચ 2026, બુધવાર.
ચંદ્રગ્રહણ 2026નો સમય (Lunar Eclipse Timing):
3 માર્ચ 2026ના રોજ લાગનારું આ ગ્રહણ ભારતમાં દ્રશ્યમાન થશે, તેથી તેનું પાલન કરવું અનિવાર્ય છે.
સૂતક કાળ શરૂ: સવારે 09:39 વાગ્યે.
ગ્રહણનો પ્રારંભ: બપોરે 03:20 વાગ્યે.
પૂર્ણ ચંદ્રગ્રહણ: સાંજે 05:04 વાગ્યે.
ગ્રહણ સમાપ્ત: સાંજે 06:46 વાગ્યે.
ગ્રહણ દરમિયાન રાખવાની સાવધાની અને ઉપાયો:
૧. ગર્ભવતી મહિલાઓ: સૂતક અને ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું અને ધારદાર વસ્તુઓ (ચપ્પુ, સોય) નો ઉપયોગ ટાળવો.
૨. મંત્ર જાપ: ગ્રહણ દરમિયાન મનોમન ચંદ્ર દેવના મંત્રો અથવા 'ઓમ નમઃ શિવાય' ના જાપ કરવા.
૩. સ્નાન અને દાન: ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી ઘર અને મંદિરમાં ગંગાજળ છાંટવું. જરૂરિયાતમંદોને ચોખા, દૂધ કે સફેદ વસ્ત્રોનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.
૪. ભોજન: સૂતક કાળથી ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભોજન લેવાનું ટાળવું જોઈએ (વૃદ્ધ અને બીમાર વ્યક્તિઓ સિવાય).
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.