હેરિટેજ બિલ્ડીંગોના સંરક્ષણ માટે VMCની તાકીદ
VMCના કમિશનરે હેરિટેજ બિલ્ડીંગોના સંરક્ષણ અને જતન માટે હેરિટેજ સેલને સક્રિય થવા તાકીદ કરી

વડોદરા હેરિટેજ બિલ્ડીંગ

વડોદરા હેરિટેજ બિલ્ડીંગ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં મળેલી એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિકાસ અને સંરક્ષણની કામગીરીમાં વેગ લાવવા માટે 'ફ્યુચરિસ્ટક સેલ' અને ખાસ કરીને હેરિટેજ સેલને તાત્કાલિક સક્રિય થઈ જવા માટે કડક સૂચના આપી છે. આ બેઠકમાં મુખ્યત્વે હેરિટેજ બિલ્ડીંગોના કામોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
તળાવની રિ-ડેવલોપમેન્ટની કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ
આ ઉપરાંત, શહેરમાં આવેલા તમામ તળાવની સફાઈ અને રિ-ડેવલોપમેન્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. હાલમાં જ માંડવી ગેટ પર હેરિટેજ બિલ્ડીંગોના સંરક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને આ જ ગતિ અન્ય તમામ ઈમારતોમાં જાળવવાનો લક્ષ્ય છે.
આ પણ વાંચો: હેરિટેજ કૌભાંડ : અમદાવાદના ત્રણ હેરિટેજ મકાનો સીલ
હેરિટેજ બિલ્ડીંગો માટે 3 કેટેગરીમાં પ્રાથમિક યાદી તૈયાર
શહેરના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે, VMC દ્વારા શહેરના ચારેય મેન ગેટ સહિત કોર્પોરેશન હસ્તકની તમામ હેરિટેજ ઇમારતો માટે એક પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદીમાં 3 મુખ્ય બાબતોને આધારે હેરિટેજ બિલ્ડીંગોની કેટેગરી નક્કી કરવામાં આવશે. પ્રથમ, તાત્કાલિક રિપેર કરવા યોગ્ય ઇમારતો, બીજું લાંબા ગાળાની સંરક્ષણ અને જતનની કામગીરીની જરૂરિયાત ધરાવતી ઇમારતો અને ત્રીજું આવી ઈમારતો માટે સરકાર તરફથી મળનાર સહાય સંદર્ભે લેવાપાત્ર સારસંભાળ.
હેરિટેજ બિલ્ડીંગોનું સંરક્ષણ અને જતન પ્રાથમિકતા
આ સમગ્ર યોજનાનું વિગતવાર પ્રેઝન્ટેશન હેરિટેજ એડવાઈઝરી કમિટીની બેઠકમાં કરવામાં આવશે અને ત્યારબાદ તેને કન્ઝર્વેશન કમિટી સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ સ્પષ્ટ કર્યું છે કે, શહેરના હેરિટેજ બિલ્ડીંગોનું સંરક્ષણ અને જતન તેની મુખ્ય પ્રાથમિકતા રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!