કલાકાર વિક્રમ ઠાકોર આજે કરશે ઘટસ્ફોટ, ગેનીબેને પણ આપ્યું સમર્થન
ઠાકોર સમાજના કલાકારોને સરકારે ના બોલાવાતા મામલો ગરમ થઇ રહ્યો છે.

ઠાકોર સમાજના કલાકારોને સરકારે ના બોલાવાતા મામલો ગરમ થઇ રહ્યો છે.

ઠાકોર સમાજના કલાકારોને સરકારે ના બોલાવાતા મામલો ગરમ થઇ રહ્યો છે.
ગાંધીનગરમાં ડાયરાના કલાકારોના સન્માનનો મુદ્દો હવે ધીમે ધીમે વિવાદીત થઇ રહ્યો છે. ગુજરાત જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરે અપમાનનો મુદ્દો ઉઠાવ્યો છે. વિક્રમ ઠાકોરે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું જાહેર કર્યું છે તો કિર્તીદાન ગઢવીએ કહ્યું છે કે વિક્રમ ઠાકોરની વાત વાજબી છે પણ કલાકારની કોઇ જ્ઞાતિ કે જાતિ હોતી નથી. બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ટ્વિટ કરીને ભાજપ સરકાર
ઠાકોર સમાજની પ્રતિભાને અવગણે છે તેમ જણાવતા મુદ્દો ગરમાયો છે.
ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં લોકકલાકારોનું સન્માન કરાયું હતું પરંતુ તેમાં ઠાકોર સમાજના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને બોલાવાયા ન હતા અને આ મુદ્દે વિક્રમ ઠાકોરે વીડિયો જાહેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે દરેક સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા, પણ મારે સરકારનું કહેવું છે કે ઠાકોર અને ક્ષત્રિય સમાજમાં પણ સારા સારા કલાકારો છે. આજે મને બહુ દુખ થયું છે. ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી. ઠાકોર સમાજના નેતાઓએ વિરોધ કરવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ. ઠાકોર સમાજના કલાકારોનો સમ્માન નાં કર્યું એ મને ખોટું લાગ્યું છે. આજે હું સમાજના કલાકારોની વાત કરવા માટે આવ્યો છું.
હવે આ મામલે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ટ્વિટ કરીને ઠાકોર સમાજ અને વિક્રમ ઠાકોરને સમર્થન આપતા મામલો વધુ ગરમ બન્યો છે. ગેનીબેને ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ ઠાકોર સમાજના એકપણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નહીં. આ માત્ર અવગણના નથી, પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે. ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઈ છે. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે, તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું.
બીજી તરફ વિક્રમ ઠાકોરની નારાજગી મામલે લોકગાયક કીર્તિદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. પરંતુ કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી. કલાએ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે. વિધાનસભામાં કોઈને કોઈ આમંત્રણ નહોતું. સહજ આમંત્રણના આધારે બધા કલાકરો વિધાનસભા પહોંચ્યા હતા. ગુજરાતના લોક કલાકારો વિધાનસભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે અને લોકોના સવાલો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જોવા માટે પહોંચ્યા હતા. જ્યાં કલાકારોનું શંકર ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના લોક કલાકારોમાં કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર, કિંજલ દવે,ગીતા રબારી,રાજભા ગઢવી, સહિતના હાજર રહ્યાં હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.