ચારેય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ પેન્શન તથા પગાર બંને મેળવતા હોવાનો ખુલાસો
વધારાના પગારની વસૂલાત કરવા સરકારે આદેશ કરતા ખળભળાટ

વધારાના પગારની વસૂલાત કરવા સરકારે આદેશ કરતા ખળભળાટ

વધારાના પગારની વસૂલાત કરવા સરકારે આદેશ કરતા ખળભળાટ
રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓએ મેળવેલા વધારાના પગારની વસૂલાત કરવા સરકારે આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.
સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે આણંદ, નવસારી, જૂનાગઢ તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના હિસાબ નિયામકને પત્ર લખીને જણાવ્યું છે કે વિભાગના 1લી જુલાઇ 20205ના ઇ મેઇલથી રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓના પગાર અને પેન્શનની વિગતો રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ પાસેથી મંગાવામાં આવેલી હતી જે અન્વયે રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદના 2 જુલાઇ 2025ના ઇ મેઇલ દ્વારા મોકલાયેલી વિગતો અનુસાર ચારેય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ હાલ પેન્શન તથા પગાર બંને મેળવતા હોવાનું જણાયેલ છે. રાજ્ય સરકારમાં પુન નિમણુક પામતા રાજ્ય સરકારના કોઇ અધિકારી બંને લાભ મેળવી શકે નગી જે ધ્યાને લઇને પેન્શરની કુલપતિ તરીકે પુન નિમણુંકના કિસ્સામાં પગાર બાંધણી તાત્કાલિક પે માઇનસ પેન્શન મુજબ કરી આજ દિન સુધી ચુકવાયેલ વધારાના પગારની વસુલાત કરવા તથા કરવામાં આવેલ વસુલાતની 7 દિવમાં જાણ કરવાની રહેશે, જો આમ કરવામાં ચૂક થશે તો તમારી અંગત જવાબદારી રહેશે.
કોગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આ મામલે જણાવ્યું છે કે સરકારી તિજોરી ઉપર ભાજપ સરકારના કૃષિ યુનિ ના કુલપતિઓનો પંજો પડ્યો અને કોંગ્રેસે ચોકીદારી કરીને પકડી પડ્યા છે. કૃષિ યુનિઓના કુલપતિઓ એ પગારમાં કરેલ ઉચાપતને વસુલાત કરવા કૃષિ વિભાગે આદેશ કર્યો છે.
આ પણ વાંચો---
ગંભીરા બ્રિજ દુર્ઘટના.. માલવાહક વાહનો ટોલ બચાવવા આ જ બ્રિજનો ઉપયોગ કરતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!