ગંભીરા બ્રિજ દુર્ઘટના.. માલવાહક વાહનો ટોલ બચાવવા આ જ બ્રિજનો ઉપયોગ કરતા
જ્યારે પણ ભારે વાહનો પુલ પરથી પસાર થાય ત્યારે કંપન ધ્રુજારી અનુભવાતી હતી

જ્યારે પણ ભારે વાહનો પુલ પરથી પસાર થાય ત્યારે કંપન ધ્રુજારી અનુભવાતી હતી

જ્યારે પણ ભારે વાહનો પુલ પરથી પસાર થાય ત્યારે કંપન ધ્રુજારી અનુભવાતી હતી
ગુજરાતના વડોદરામાં બુધવારે બનેલી દુ:ખદ પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. લગભગ ૪૦ વર્ષ જૂનો આ ગંભીરા બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. પરંતુ તેના પર ભારે વાહનોની અવરજવર ચાલુ રહી. અકસ્માતના કારણો શોધવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, શરૂઆતમાં એક કારણ સામે આવ્યું છે કે ભારે વાહનો ટોલ ટેક્સ બચાવવા માટે ધ્રુજતા પુલ પરથી પસાર થતા રહ્યા હતા.
છ લેનવાળા મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લેવામાં આવતા ટોલથી બચવા માટે ભારે માલવાહક વાહનો પણ વડોદરા-આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ પુલનો ઉપયોગ કરતા હતા. સ્થાનિક લોકોના મતે, જ્યારે વાહનચાલકો આ પુલ પર ટોલ ટેક્સ બચાવવા માટે ઉપયોગ કરતા હતા, ત્યારે તેમને ૩૦-૩૫ કિલોમીટર ઓછો પ્રવાસ પણ કરવો પડતો હતો. પરંતુ ભારે વાહનોની અવરજવરને કારણે, સ્થાનિક લોકોને આશંકા હતી કે કંઇ પણ અજુગતું થઇ શકે છે. બુધવારે પણ આ વાત સાચી સાબિત થઈ. પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો. બે ટ્રક, એક SUV, એક પિકઅપ વાન અને એક ઓટો રિક્ષા નદીમાં પડી ગયા, જ્યારે એક ટેન્કર લટકી રહ્યું હતું
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ 1985માં બનાવવામાં આવ્યો હતો અને ખૂબ જ વાહનવ્યવહાર વાળો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જ્યારે પણ ભારે વાહનો પુલ પરથી પસાર થાય છે ત્યારે કંપન ધ્રુજારી અનુભવાય છે.જ્યારે પણ અહીંથી ભારે વાહન પસાર થાય છે ત્યારે પુલનો સ્પાન ધ્રુજતો જોવા મળતો હતો. અકસ્માત થવાની શક્યતા હતી.'
અધિકારીઓના મતે, બામણગામ અને આસપાસના વિસ્તારના લોકોની જૂની માંગણી રહી છે કે વારંવાર સમારકામ કરવાને બદલે નવો પુલ બનાવવામાં આવે. આ બાબતથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે નવેમ્બર 2024માં નવા પુલના નિર્માણ માટે પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેના પર 217 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ પણ વાંચો--- ગંભીરા બ્રિજ દૂર્ઘટના, મોતનો આંક 15 પર પહોંચ્યો, હજું પણ 3 વ્યક્તિ ગુમ હોવાની આશંકા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!