JEE Main ની બીજી પરીક્ષામાં વડોદરાનો આદિત દેશમાં 14માં ક્રમાંકે
તેણે શહેરમાં ટોપ રેન્ક મેળવી, પોતાનું અને વડોદરાનું નામ રોશન કર્યું

તેણે શહેરમાં ટોપ રેન્ક મેળવી, પોતાનું અને વડોદરાનું નામ રોશન કર્યું

તેણે શહેરમાં ટોપ રેન્ક મેળવી, પોતાનું અને વડોદરાનું નામ રોશન કર્યું
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવેલી JEE Main ની બીજી પરીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા, જેમાં વડોદરાના આદિત ભાગાડેએ 100 પર્સેન્ટાઈલ સાથે દેશભરમાં 14મો ક્રમ મેળવ્યો છે. આ પરિણામ સાથે તેણે શહેરમાં ટોપ રેન્ક મેળવી, પોતાનું અને વડોદરાનું નામ રોશન કર્યું છે.
ત્રણે વિષયમાં સંપૂર્ણ માર્કસઆદિતે ગણિત, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી – ત્રણે વિષયમાં 100માંથી 100 માર્કસ મેળવી અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે કુલ પર્સેન્ટાઈલ સરખી હોય ત્યારે રેન્ક નિયત કરવા માટે પહેલા ગણિત, પછી ફિઝિક્સના ગુણોને આધાર બનાવી રેન્ક અપાય છે. આ આધારે જ આદિતને દેશમાં 14મો ક્રમ મળ્યો છે.
આગળ વધી રહી છે JEE એડવાન્સ માટે તૈયારીઆ પહેલા પણ આદિતે પ્રથમ એટેમ્પ્ટમાં 99.99 પર્સેન્ટાઈલ મેળવી હતી. ત્યારે માતા-પિતાએ તેને બીજી વખત ન આપવાનો અનુરોધ કર્યો હતો અને JEE એડવાન્સ માટે ફોકસ કરવાનું કહ્યું હતું, છતાંયે આદિતે તેને પ્રેક્ટિસ માટે મહત્ત્વની તક માનીને ફરી પરીક્ષા આપી. “મને આશા નહોતી કે 100 પર્સેન્ટાઈલ આવશે કારણ કે હું મુખ્યત્વે JEE એડવાન્સ માટે તૈયારી કરી રહ્યો છું,” તેમ આદિતે કહ્યું હતું.
ડોકટર પેરેન્ટ્સનો ટેકો
આદિતના માતા અને પિતા બન્ને ડોકટર છે, છતાં તેને ગણિત અને ટેક્નિકલ વિષયોમાં રસ હોવાથી એન્જિનિયરિંગ તરફ આગળ વધવાનું નક્કી કર્યું.
વડોદરામાંથી 8000થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષાવિશ્લેષણ મુજબ વડોદરામાંથી 8000થી વધુ વિદ્યાર્થીઓએ JEE Mainની પરીક્ષા આપી હતી. હવે JEE એડવાન્સ માટે પાત્રતા માટે જાહેર થયેલ કટ ઓફ પર્સેન્ટાઈલ નીચે મુજબ છે:
જનરલ કેટેગરી: 93.10%
OBC: 79.67%
SC: 60.09%
ST: 46.69%
આ પણ વાંચો--- નાપાસ થયા.? તામિલનાડુ બોર્ડનું લઇ લો રિઝલ્ટ..ચોંકાવનારું કૌંભાડ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.