વડોદરા: પાલિકાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
માંજલપુરમાં ખુલ્લી ગટરની ચેમ્બરમાં ખાબકતા નિવૃત્ત DYSP ના પુત્રનું મોત, તંત્ર સામે રોષ

મહાનગરપાલિકાની બેદરકારી

મહાનગરપાલિકાની બેદરકારી
વડોદરા: માંજલપુરમાં પાલિકાની ઘોર બેદરકારી, ખુલ્લા મેનહોલમાં પડતા યુવકનું કરુણ મોત
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર લાપરવાહી સામે આવી છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકીની સફાઈ દરમિયાન ખુલ્લી રાખવામાં આવેલી ૧૫ ફૂટ ઊંડી ચેમ્બરમાં ખાબકતા એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકીની સફાઈની કામગીરી ચાલી રહી હતી. સફાઈના પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ૧૫ ફૂટ ઊંડી ગટરની ચેમ્બરનું ઢાંકણું ખુલ્લું રાખવામાં આવ્યું હતું. જોકે, આ જોખમી સ્થળે કોઈ પણ પ્રકારની આડશ, સુરક્ષા સાધનો કે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. રાત્રિના અંધારામાં ત્યાંથી પસાર થઈ રહેલા વિપુલસિંહ ઝાલા નામના ૪૦ વર્ષીય યુવકને આ ખુલ્લું મેનહોલ દેખાયું ન હતું અને તેઓ સીધા તેમાં ખાબક્યા હતા
રેસ્ક્યૂ કામગીરી અને આક્રોશ :
યુવક લાંબા સમય સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ટોર્ચની મદદથી તપાસ કરતા ગટરના પાણીમાં યુવકના બૂટ તરતા જોવા મળ્યા હતા, જેનાથી મોટી દુર્ઘટનાની આશંકા સેવાઈ હતી. ઘટનાની જાણ થતા જ GIDC ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ૧૦ મિનિટની જહેમત બાદ યુવકને બહાર કાઢ્યો હતો. જોકે, હોસ્પિટલ લઈ જતી વખતે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
તંત્ર સામે કડક કાર્યવાહીની માગ :
મૃતક યુવક નિવૃત્ત DYSP ના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક નાગરિકો આ ઘટનાને અકસ્માત નહીં પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી 'હત્યા' ગણાવી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓની આવી બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે. હાલ માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.