વડોદરાના કોર્પોરેટરો સિક્કિમમાં કરશે તાગડધિન્ના, ટ્રેનિંગના નામે થશે મોજ મજા
ગંગટોકમાં યોજાનાર ટ્રેનિંગ સેમિનારમાં કોર્પોરેટરો એરોપ્લેન દ્વારા પહોંચશે

ગંગટોકમાં યોજાનાર ટ્રેનિંગ સેમિનારમાં કોર્પોરેટરો એરોપ્લેન દ્વારા પહોંચશે

ગંગટોકમાં યોજાનાર ટ્રેનિંગ સેમિનારમાં કોર્પોરેટરો એરોપ્લેન દ્વારા પહોંચશે
વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટરો હવે કોર્પોરેશનના ખર્ચે અને જોખમે સિક્કમનો પ્રવાસ કરવા ઉત્સુક છે કારણ કે આગામી 6 માર્ચથી 12 માર્ચ સુધી ધ રિજીયોનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ઓફ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ દ્વાર સેમિનાર યોજાયો છે અને તેમાંઆ કોર્પોરેટરો ભાગ લેશે.
આગામી 7 અને 8 માર્ચ ના રોજ સિક્કિમના ગંગટોક ખાતે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 માર્ચથી 12 માર્ચ સુધી આસપાસના સ્થળનું શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા પુરુષ કાઉન્સિલરો 6 માર્ચથી 12 માર્ચ સુધી સિક્કિમ ખાતે રવાના થશે. આ સેમિનારમાં તેમના આવવા-જવા, રહેવા, જમવા તથા ઇતર ખર્ચ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં વધારાના કામ તરીકે મુકાઈ હતી. જેને મંજૂરી આપવામાં આવી છે. હોદ્દેદારો તથા સભાસદોના શૈક્ષણિક પ્રવાસ તથા સેમિનાર માટેના થનાર ખર્ચ માટે મ્યુનિ. સેક્રેટરીએ તસલમાત આપવાનું નક્કી કરાયું છે
ઉલ્લેખનિય છે કે અગાઉ વર્ષ 2023ના એપ્રિલ મહિનામાં મહિલા કાઉન્સિલરો સિક્કિમના પ્રવાસે ગયા હતા. જેનો રૂ. 20 લાખ ખર્ચ થયો હતો. મહિલા કાઉન્સિલરો એરોપ્લેન મારફતે પહોંચ્યા હતા. તેવામાં પુરૂષ કાઉન્સિલરો પણ એરોપ્લેન મારફતે જવાના હોવાથી ખર્ચ રૂ. 20થી 25 લાખ સુધીનો થવાનો અંદાજ છે. આ ટ્રીપ માટે અંદાજિત રૂ. 20 લાખનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. આ તમામ ખર્ચને મંજુર માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી.
ક્યા ક્યા કોર્પોરેટર જશે
મળેલી માહિતી મુજબ વડોદરાના નાગરિકોના પૈસે જહા ભરવાડ, હરીશ પટેલ, મહાવીરસિંહ રાજપુરોહીત, પરાક્રમસિંહ જાડેજા, વિનોદ ભરવાડ, અજીત દાધીચ, ડો.હિતેન્દ્ર પટેલ, નૈતિક શાહ, હીરાભાઇ કાંજવાણી, નરસિંહભાઇ ચૌહાણ, શ્રીરંગ આયરે, ઉમંગ બ્રહ્મભટ્ટ, ચિરાગ બારોટ, નરવિરસિંહ ચુડાસમા, સ્મીત આરદેશણા, બાળાસાહેબ સુર્વે, ધર્મેશ પટણી, હરેશ જીનગર, રણછોડ રાઠવા, આશિષ જોશી, નિલેશ રાઠોડ, શૈલેશ પાટીલ, કલ્પેશ પટેલ જય રણછોડ, ઘનશ્યામ પટેલ અને નરેશ બારીયા સહિતના કોર્પોરેટરો સિક્કીમનો પ્રવાસ કરશે અને જલસા કરશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.