વડોદરા શહેરમાં પૂરના સંકટ સહિત સૌથી મોટા ભૂવાની સમસ્યાઓ
તંત્રના ખાલી મોટા મોટા દાવો

વડોદરા શહેરમાં પૂર બાદ પડ્યા ભુવા

વડોદરા શહેરમાં પૂર બાદ પડ્યા ભુવા
૮૪ ભૂવાને પૂરવા માટે ૩ હજાર ટ્રક ભરી માટી નંખાઇ હોવાનો તંત્રનો દાવો
વડોદરા શહેરમાં પૂર બાદ પડેલા 88 ભૂવાઓ પૂરવા માટે ત્રણ હજાર જેટલા ડમ્પર ભરીને માટી નાખવામાં આવી છે. જો કે શહેરના માર્ગો પર પડેલા અનેક ભૂવાઓ હજી પણ પૂરાયા નથી.
વરસાદી પાણી જૂની લાઇન તોડીને બહાર આવે છે. એના કારણે આ ભૂવા પડે છે. આ ભૂવાનું પૂરાણ કરવા માટે પહેલા ગટર લાઇનને રિપેર કરે છે. મશીનોનો ઉપયોગ કરી કચરો, માટી કાઢવામાં આવે છે. પણ હાલ કઈ જ કરવામાં આવ્યું નથી. તંત્ર ખાલી મોટા મોટા દાવા કરીને છુટી જાય છે કામ ના નામે ખાલી મોટી વાતો છે
વડોદરા શહેરમાં આવેલા પૂર બાદ 88 ભૂવા પડયા હતા. આ પૈકી 84 ભૂવાને વડોદરા મહાપાલિકા દ્વારા દુરસ્ત કરવામાં આવ્યા છે. બાકીના 4 ભૂવાનું રિપેરિંગ કામ ચાલું છે. ઉલ્લેખનીય છે કે શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મંદિરની બિલકુલ બહાર જ મુખ્ય રોડ પર મોટો ભૂવો ઘણા સમયથી પડયો છે જો કે આ ભૂવાનું રિપેરિંગ કામ ક્યારે પૂરુ થશે અને લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાંથી ક્યારે મુક્તિ મળશે તે નિશ્ચિત નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ