હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, ફેબ્રુઆરીના પ્રારંભે માવઠું થશે
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હવામાનમાં બદલાવના કારણે 27 જાન્યુઆરી સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા છે.

મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા

મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા
ગુજરાતમાં હાલ લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે પવન સાથે ઠંડીનો ચમકારો યથાવત છે. તો બપોરના સમયે લોકોને ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. જોકે, આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોની ચિંતા વધારનારી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું પડવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હવામાનમાં બદલાવના કારણે 27 જાન્યુઆરી સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા છે.આગામી 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તારીખ 30-31માં પશ્ચિમી વિક્ષોપ આવશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળ ઉપસાગર પણ સક્રિય રહેશે અને અરબ સાગર પણ સક્રિય રહેશે.
આ સિવાય સાયક્લોન સર્ક્યુલેશન વધશે. જેના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિવાય દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે અને દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને પશ્ચિમી વિક્ષોપના કારણે લગભગ તારીખ 30-31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીમાં કેટલાંક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ સિવાય બંગાળની ખાડીના ભેજવાળા પવનને કારણે મહારાષ્ટ્ર, ગોવામાં કમોસમી વરસાદની શકયતા રહેશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી, પંચમહાલમાં વરસાદી છાંટા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.