ગુજરાતમાં આજે પણ આ જિલ્લાઓમાં ઉઠશે આંધી અને વંટોળ
રાજ્યમાં માવઠાનું તાંડવ, વિવિધ વિસ્તારોમાં 8ના મોત

રાજ્યમાં માવઠાનું તાંડવ, વિવિધ વિસ્તારોમાં 8ના મોત

રાજ્યમાં માવઠાનું તાંડવ, વિવિધ વિસ્તારોમાં 8ના મોત
રાજ્યભરમાં સોમવારે પલટાયેલા હવામાનના કારણે મોડી સાંજથી લઈ રાત્રિના દરમ્યાન ભારે પવન અને વરસાદના ઝાપટાં પડ્યાં. 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઠેરઠેર વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. વીજ કરંટ અને વૃક્ષો પડવાથી તથા દિવાલ ધરાશાયી થવાના કારણે અલગ અલગ વિસ્તારોમાં કુલ 8 લોકોના મોત નીપજ્યા છે.
હવામાન વિભાગે- એલર્ટ જાહેર કરતાં આગામી 3 દિવસ માટે ભારે પવન, વીજળી અને વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત માટે ગંભીર ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ:ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે અને આવનારા 3 દિવસોમાં ભારે વરસાદ પડશે.
પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે.
વીજળીના કડાકા ભડાકા, ગાજવીજ અને બરફના કરા પડવાની શક્યતા પણ જણાઈ રહી છે.
ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદનું પ્રભાવ ચાલુ રહેવાની સંભાવના છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 5 મે થી 8 મે વચ્ચે આંધી-વાવાઝોડા સાથે વરસાદ ફાટી પડી શકે છે. આ કમોસમી માહોલના કારણે ઉભા પાકને ભારે નુકસાન થઈ શકે છે, ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
બીજી તરફ નાગરિકોને ઘરની બહાર ના જવાની, વૃક્ષો અને વીજતારોથી દૂર રહેવાની તેમજ સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની વિનંતી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.