દક્ષિણ ગુજરાતના 657 ગામમાં વીજ કેબલ અન્ડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી 90 ટકા પૂર્ણ
નવસારી, વલસાડ, સુરત અને ભરૂચના ગામડાઓમાં વીજ કેબલ અન્ડર ગ્રાઉન્ડ કરાશે

વીજ કેબલ અન્ડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી 90 ટકા પૂર્ણ

વીજ કેબલ અન્ડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી 90 ટકા પૂર્ણ
દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓમાં કુદરતી આફતો સમયે વીજળી ખોરવાઈ જતી હોય છે. તેના કારણે સરકારને નુકસાન અને નાગરિકોને વિક્ષેપ થતો હોય છે. તેથી ચારેય જિલ્લાના દરિયાકાંઠાના 657 ગામડાઓમાં અન્ડર ગ્રાઉડ કેબલ નાખવાનો દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. રૂપિયા 397 કરોડના ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના પ્રોજેક્ટની 90 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનો સરકારે દાવો કર્યો છે.
દરિયાકાંઠા વિસ્તારનાં ગામડાઓમાં કુદરતી આફત વખતે વીજ કંપનીને નુકશાન સહન કરવું પડતું હોય છે અને વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ લાઈનોના મજબૂતીકરણ માટે અને ગ્રાહકોને સતત વીજ પુરવઠો મળી રહે તે માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
DGVCL દ્વારા કેન્દ્ર સરકારની RDSS યોજના હેઠળ 4120.67 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. પ્રોજેક્ટ અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારો તેમજ પર્યટન સ્થળો પર ઓવરહેડ ટુ અન્ડર ગ્રાઉન્ડ યોજના હેઠળ વીજ વાયર અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવશે. ભરૂચ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના હાંસોટ, વાગરા, જંબુસર, પારડી, વલસાડ, ઉમરગામ, જલાલપોર, ગણદેવી, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના દરિયા કાંઠાના 657 ગામમાં ઓવરહેડ ટુ અન્ડર ગ્રાઉન્ડ યોજના હેઠળ 397 કરોડના ખર્ચે 1881 કી.મી. વીજ વાયર અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવશે.
DGVCLના કાર્યક્ષેત્ર હેઠળ 7 જિલ્લાના 3500 ગામડાં આવે છે. જેમાં દરિયાકાંઠા વિસ્તારમાં 30 ટકા એટલે કે 657 ગામડાં છે. DGVCLના પ્રોજેક્ટ ચીફ એન્જીનિયરે જણાવ્યું હતું કે કોસ્ટલ વિસ્તારના 657 ગામડામાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવી રહ્યો છે. જેમાં સૌથી વધુ ઓલપાડ તાલુકાના 103 ગામડાનો સમાવેશ થાય છે. સૌથી ઓછા ચોર્યાસી તાલુકાના 37 ગામડાને આવરી લેવાયા છે. જલાલપોરના 71, ગણદેવીના 55, વલસાડ તાલુકાના 85, પારડીના 70, ઉમરગામના 43, હાંસોટના 45, વાગરાના 67 અને જંબુસરના 81 ગામડાઓનો સમાવેશ કરાયો છે. આઠ કર્મચારીઓની એક પ્રમાણે અલગ અલગ જિલ્લાની ત્રણ ટીમો બનાવી હાલમાં કામગીરી ચાલી રહી છે. 31 મે 2025 પહેલાં અન્ડર ગ્રાઉન્ડ વીજ વાયરની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.