જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન-વાઈસ ચેરમેનની સર્વાનુમતે નિમણુંક
ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી

ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી

ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી
જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સતાધારી ભાજપ જૂથ દ્વારા ભાજપના જ પાયાના કાર્યકર એવા પરષોત્તમભાઈ કકનાણીની ચેરમેન તરીકે તેમજ દિનેશભાઈ આલની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુંમતે વરણી કરવામાં આવી છે. જામનગર શહેર ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા બંનેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાની રૂપિયા 20 કરોડનું બજેટ ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં આજે 15મી તારીખે સવારે 11.30 વાગ્યે બંને પદ માટેની ચૂંટણી બેઠક યોજવામાં આવી હતી. ભાજપની બહુમતી સભ્ય ધરાવતી આ સમિતિમાં ચેરમેન તરીકે ભાજપના જ પાયાના કાર્યકર પરસોત્તમભાઈ કકનાણીની ચેરમેન પદે અને વાઇસ ચેરમેન પદે દિનેશભાઈ આલના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો.વિમલ કગથરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદ ખીમસૂરિયા, ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાષક જૂથના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા તેમજ શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, અને મેરામણભાઇ ભાટુ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અવધી પૂરી થઈ તે મનીષ કનખરા વગેરે શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અન્ય સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, અને નવ નિર્વાચિત ચેરમેન-વાઇસ ચેરમેનને શુભકામનાઓ પાઠવી હતી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ