શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો
ગીર સોમનાથના ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ,પોલીસ ફરિયાદ બાદ ફરાર

AI જનરેટેડ

AI જનરેટેડ
Una Teacher Alcohol Student Suspension: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ પાસેથી દારૂ મંગાવવાનો ગંભીર આક્ષેપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્ર સાથે જોડાયેલા શિક્ષક વિરુદ્ધ આવી ફરિયાદ સામે આવતા વાલીઓ, ગ્રામજનો અને શિક્ષણ વિભાગમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.સમગ્ર મામલે શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને જવાબદાર શિક્ષક સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
શાળાના એક શિક્ષક સામે વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.પ્રાથમિક માહિતી અનુસાર, હરેશ ગોસ્વામી નામના શિક્ષક સામે આક્ષેપ છે કે તેઓ વિદ્યાર્થીઓ મારફતે દારૂ મંગાવતા હતા. શાળાના આચાર્યે સીસીટીવી ફૂટેજ જોયા બાદ સમગ્ર મામલે લેખિતમાં ફરિયાદ કરી ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાના એક શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીને રૂપિયા આપીને ગામમાંથી દારૂ મંગાવ્યો હતો. સમગ્ર મામલે શાળાના આચાર્યે તાલુકા શિક્ષણાધિકારીને વિગતવાર લેખિત ફરિયાદ કરી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને સંબંધિત શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ વિવાદીત શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી સામે અગાઉથી જ દારૂ પીવાની ટેવ હોવાના અને નશાની હાલતમાં શાળાએ આવી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના આક્ષેપો થઈ રહ્યા હતાં. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 4 માર્ચે પણ શિક્ષક નશાની હાલતમાં શાળાએ આવ્યા હોવાની લેખિત રજૂઆત કરાઈ હતી,છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નહોતી.
શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત
આક્ષેપોને ધ્યાનમાં રાખીને સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.શિક્ષણ વિભાગ દ્વારા ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે આવા કેસોમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અથવા સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવતા હોય છે.
શિક્ષકે વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો હતો
ઘટનાની વિગતો મુજબ, શાળાના આચાર્યને માહિતી મળી હતી કે ધોરણ-7ના એક વિદ્યાર્થીને સંબંધિત શિક્ષકે રૂ. 500 આપીને ગામમાંથી દારૂ ખરીદી લાવવા માટે મોકલ્યો હતો. આચાર્યે તુરંત જ વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈને પ્રેમપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન માસૂમ વિદ્યાર્થીએ ગભરાતા ગભરાતા જણાવ્યું કે, આ કોઈ પ્રથમ ઘટના નથી, પરંતુ આ અગાઉ પણ તે અનેક વખત આ શિક્ષક માટે ગામમાંથી દારૂ લાવી ચૂક્યો છે. શિક્ષક તેને લાલચ આપીને દારૂ લેવા મોકલતા હોવાનો સ્વીકાર વિદ્યાર્થીએ કર્યો હતો.
ચાલુ ફરજ પરથી વિદેશી દારૂ મંગાવી શિક્ષક ફરાર થયો
મળતી વિગતો મુજબ, ગત 20 જૂન, 2026ના રોજ ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ દરમિયાન શિક્ષક હરેશગિરી ગુલાબગીરી ગોસ્વામીએ એક વિદ્યાર્થી મારફતે વિદેશી દારૂની બોટલ મંગાવી હતી. આ સમગ્ર મામલો ઉજાગર થતાં જ બદનામીના ડરે આરોપી શિક્ષક ચાલુ ફરજ પરથી નાસી છૂટ્યો હતો. આ ઘટના વાયુવેગે પ્રસરતા શિક્ષણ વિભાગે શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો હુકમ કર્યો છે.
ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પાસે વિદેશી દારૂ મંગાવવાના ગંભીર આક્ષેપમાં શિક્ષક હરેશગિરી ગોસ્વામીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના કડક આદેશ બાદ શાળાના આચાર્યની ફરિયાદના આધારે પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા આરોપી શિક્ષક શાળામાંથી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
વાલીઓમાં ભારે રોષ
ઘટના સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે તેઓ પોતાના બાળકોને ભણવા અને સારા સંસ્કાર મેળવવા માટે શાળામાં મોકલે છે, કોઈપણ વ્યક્તિગત અથવા ગેરકાયદેસર કામ માટે નહીં.વાલીઓએ માંગ કરી છે કે જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર શિક્ષક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે.આ ઘટનાએ સ્થાનિક ગ્રામજનોમાં પણ ચિંતા ફેલાવી છે. ગામના આગેવાનોનું માનવું છે કે શિક્ષક સમાજમાં આદર્શનું સ્થાન ધરાવે છે. જો આવા ગંભીર આક્ષેપો સામે આવે તો તે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા માટે નુકસાનકારક બની શકે છે.ગ્રામજનોએ પણ પારદર્શક તપાસની માંગ કરી છે.
શિક્ષણ મંત્રીના આદેશ બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ શરમજનક ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)ને આદેશ આપ્યા હતા. શિક્ષણ મંત્રીએ આ અંગે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક (SP) સાથે પણ સીધી વાતચીત કરી તપાસ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ