UCC કમિટી દ્વારા સમાન સિવિલ કોડ અંગે નાગરિકો અને સંસ્થાઓ પાસેથી સૂચનો મંગાવાયા
સૂચનો અને મંતવ્યો રજૂ કરી શકે તે માટે કમિટી દ્વારા ઓનલાઈન પોર્ટલ શરૂ કરાયુ

ગાંધીનગર ખાતે નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને UCC સમિતિની બેઠક મળી

ગાંધીનગર ખાતે નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને UCC સમિતિની બેઠક મળી
સુરેશ વણોલ, અમદાવાદ
ગાંધીનગર ખાતે નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને UCC કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં UCC અંગે સૂચનો મોકલી આપવા અધ્યક્ષે નાગરિકોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પૂર્વે ગુજરાતવાસીઓ, સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ સમાન સિવિલ કાયદા અંગે પોતાના સૂચનો અને મંતવ્યો રજૂ કરી શકે તે માટે ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે 24 માર્ચ 2025 સુધીમાં બ્લોક નં.૧, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત પણ મોકલી શકાશે.
કમિટીએ રાજ્ય સરકારના વિવિધ આયોગો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષો સાથે ચર્ચા-વિમર્શ કરી સૂચનો અને મંતવ્યો મેળવ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં સી.એલ. મીના, આર.સી. કોડેકર, દક્ષેશ ઠાકર તથા ગીતાબેન શ્રોફનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
સમાન સિવિલ કોડ કમિટીને અહેવાલ રજૂ કરવા વધુ 45 દિવસની મુદત...
રાજ્ય સરકાર દ્વારા 4/02/2025 ના ઠરાવથી રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સમાન સિવિલ કોડ કમિટીની રચના કરવામાં આવી છે. નાગરિકો, સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ સમાન સિવિલ કોડ અંગે સૂચનો-મંતવ્યો રજૂ કરી શકે અને તેના આધારે કમિટી કાયદાની આવશ્યકતા ચકાસી કાયદાનો મુસદ્દો તૈયાર કરી શકે તે હેતુથી અહેવાલ રજૂ કરવાની મુદ્દત વધારવા કમિટીએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે 4/03/2025 ના ઠરાવથી સમાન સિવિલ કોડ કમિટીને અહેવાલ રજૂ કરવા વધુ 45 દિવસની મુદત આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.