કચ્છમાં તાંત્રિક વિધિના નામે બે ઠગબાજની ધરપકડ
કચ્છમાં રૂપિયા ડબલ કરવાની અને વાડીમાંથી સોનું કાઢવાની લાલચ આપી 7.50 લાખ પડાવ્યા..

તાંત્રિક વિધિના નામે બે શખ્સોની ધરપકડ

તાંત્રિક વિધિના નામે બે શખ્સોની ધરપકડ
કચ્છના નખત્રાણા તાલુકાના વેસલપર (રોહા) ગામમાં અંધશ્રદ્ધાના ઓથાર હેઠળ લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વાડીમાં ડાટેલું સોનું કાઢવાની અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 7.50 લાખ રૂપિયા પડાવી લેનાર ભુજના બે રીઢા ઠગોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ઘટનાની વિગત
વેસલપરના રહેવાસી નરોત્તમભાઈ મોહનલાલ પટેલે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2019થી નવેમ્બર 2025 દરમિયાન ભુજના પીરમામદ ફકીરમામદ અને લતીફ ફકીરમામદ નામના બે શખ્સોએ તેમને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ 'ફકીર બાપુ' તરીકેની ઓળખ આપી પરિવારના દુઃખો દૂર કરવાની અને તાંત્રિક વિધિ દ્વારા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી.
આટલું જ નહીં, ફરિયાદીની વાડીમાં સોનાના ભરેલા માટલા અને રૂપિયાના કોથળા નીકળશે તેમ કહી અલગ-અલગ દરગાહો પર લઈ જઈ વિધિના નામે લાખો રૂપિયા ખંખેરી લીધા હતા.
પોલીસની કાર્યવાહી
આરોપીઓ વારંવાર વધુ નાણાંની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળેલા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. નખત્રાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી છેતરપિંડીની રકમ પૈકી 7.20 લાખની રોકડ કબજે કરી છે.
પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ ઠગ ટોળકી એવા પરિવારોને નિશાન બનાવતી હતી જેઓ પારિવારિક મુશ્કેલીઓથી ઘેરાયેલા હોય. હાલ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા લોકો સાથે આ રીતે ઠગાઈ આચરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.