હળવદ નજીક માલગાડીની અડફેટે બે માસૂમના મોત
માતાને ઈજા, દોઢ વર્ષના બાળકનો બચાવ

બે માસૂમના મોત

બે માસૂમના મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના બની છે. રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચે આવેલા 109 નંબરના નાળા નજીક આજે (16 ડિસેમ્બર) બપોર 12:30 વાગ્યા આસપાસ મંગુબેન બજાણીયા નામની મહિલા તેના ત્રણ બાળકોને લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન માલગાડીની અડફેટે બે માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યાં છે.
ગોપી બજાણીયા (ઉં. 5 વર્ષ) અને નિકુલ બજાણીયા (ઉં. 3.5 વર્ષ)ના મોત નિપજ્યાં છે. જ્યારે તેમના માતા મંગુબેન બજાણીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ દુર્ઘટનામાં અન્ય એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
ઘટના બનતા જ તાત્કાલિક સરપંચ વિષ્ણુભાઇ સિંહોરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આ અંગે તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ રેલવે અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ