કોડિનાર હાઇવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે કચડ્યા, 2ના મોત
એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માતનો બનાવ બન્યો

કોડિનાર હાઇવે પર એક પછી એક બે અકસ્માત

કોડિનાર હાઇવે પર એક પછી એક બે અકસ્માત
કોડિનાર હાઇવે પર ગઇકાલે 14મી એપ્રિલે મોડી રાત્રે રાખેજ પાટિયા પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતને કારણે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. અને એજ સમયે એક ડમ્પર ઓવરસ્પીડમાં આવી રહ્યું હતું. ડમ્પરે રોડની સાઇડમાં અકસ્માત જોવા ઉભેલાં પાંચથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ કમમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય સાત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે 14મી એપ્રિલ મોડી રાત્રે લગભગ 9.30 વાગ્યાની આસપાર ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અકસ્માતમાં ઘાયલ થયેલાં લોકોને 108ના મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. જ્યાં ઉભેલાં લોકોને ઓવરસ્પીડમાં આવતાં ડમ્પરે કચડી નાંખ્યા હતા. એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માત બન્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.