વિરોચનનગર પાસે ત્રિપલ અકસ્માત: બે જીવતા ભૂંજાયા
ડમ્પર, ટેન્કર અને થાર વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ફાટી નીકળી; ભારે અફરાતફરી

વિરોચનનગર પાસે ત્રિપલ અકસ્માત

વિરોચનનગર પાસે ત્રિપલ અકસ્માત
અમદાવાદ ગ્રામ્યના સાણંદ-વિરમગામ હાઈવે પર ગત મોડી રાત્રે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાણંદના વિરોચનનગર પાટિયા નજીક એક ડમ્પર, ટેન્કર અને થાર કાર વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતે બે લોકોનો ભોગ લીધો છે.
અકસ્માત બાદ વાહનોમાં લાગેલી આગ અને કપચી નીચે દબાયેલી કારના દ્રશ્યો જોઈને રાહદારીઓના કાળજા કંપી ઉઠ્યા હતા.
મળતી માહિતી મુજબ, ડમ્પર અને ટેન્કરના ચાલકોની ગફલતને કારણે આ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલું કપચી ભરેલું ડમ્પર અચાનક સંતુલન ગુમાવી બાજુમાંથી પસાર થઈ રહેલી થાર કાર પર પલટી મારી ગયું હતું.
કાર પર હજારો કિલો કપચીનો ઢગલો થઈ જતાં કારમાં સવાર લોકો નીચે દબાઈ ગયા હતા. આ ગંભીર ઈજાઓને કારણે સાણંદના અમથાપુરા ગામના એક યુવાન અને અન્ય એક અજાણ્યા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ભીષણ આગમાં વાહનો બળીને ખાખ
ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ ટેન્કર અને ડમ્પર સહિતના વાહનોમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ આકાશમાં ઉંચે સુધી દેખાવા લાગી હતી. ઘટનાની જાણ થતાં જ સાણંદ ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સતત બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં વાહનો બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગયા હતા.
આ અકસ્માતને કારણે હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સાણંદ જીઆઈડીસી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ક્રેઈનની મદદથી વાહનો ખસેડ્યા હતા અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર અને ટેન્કરના ચાલકો અંધારાનો લાભ લઈ વાહનો છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને ફરાર ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.