ડાંગનો આદિવાસી યુવક 36 લાખનું પેકેજ છોડી ગામડે પરત
ગરીબ બાળકોને શિક્ષણ આપે છે, UPSCની તૈયારીમાં વ્યસ્ત
ઝૂંપડામાં રહેતા યુવકને પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાએ નિશુલ્ક ભણાવ્યો
ઝૂંપડામાં રહેતા યુવકને પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાએ નિશુલ્ક ભણાવ્યો
ગુજરાતના ડાંગ જિલ્લાના એક આદિવાસી યુવકે સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આહવા તાલુકાના થોરપાડા ગામના અવિરાજ ચૌધરીએ આઈઆઈટી દિલ્હીમાંથી ટેક્સટાઈલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી અને કેમ્પસ પ્લેસમેન્ટમાં વાર્ષિક 36 લાખ રૂપિયાનું પેકેજ મેળવ્યું હતું. પરંતુ, આ ચમકતી નોકરી છોડીને અવિરાજ પોતાના ગામ પાછો ફર્યો અને હવે ડાંગના ગરીબ બાળકોને શિક્ષણ આપી રહ્યો છે, સાથે UPSCની તૈયારી પણ કરે છે.
ગરીબીમાંથી ગગનચુંબી સફળતા: પહેલી વાર વિમાનમાં બેઠોઅવિરાજ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાંથી આવે છે. તેણે JEEની પરીક્ષા આપવા માટે પહેલી વાર ડાંગની બહાર પગ મૂક્યો હતો. નાનપણમાં તેણે ક્યારેય ટ્રેન પણ જોઈ ન હતી, પરંતુ આઈઆઈટી દિલ્હીમાં પ્રવેશ મળ્યા બાદ તે પહેલી વાર સીધો વિમાનમાં બેઠો હતો. આજે તે પોતાની આ સફળતાનો ઉપયોગ ડાંગના બાળકોના ભવિષ્યને સુધારવા માટે કરી રહ્યો છે.
પ્રયોષા પ્રતિષ્ઠાન: ડાંગના બાળકોનું ભવિષ્ય ઘડનારઅવિરાજની આ પહેલ પ્રયોષા પ્રતિષ્ઠાન સંસ્થા સાથે જોડાયેલી છે, જે છેલ્લા 25 વર્ષથી ડાંગના આદિવાસી બાળકોને મફત શિક્ષણ, રહેવા-જમવાની સુવિધા અને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડે છે. સંસ્થાના પ્રમુખ કેશુભાઈ ગોટીએ જણાવ્યું, "અમારી સંસ્થાએ 182 ઈજનેર, 15 MBBS ડૉક્ટર, 36 શિક્ષકો, 55 સરકારી કર્મચારીઓ અને 42 નર્સિંગ વિદ્યાર્થીઓ આપ્યા છે. આમાંથી ત્રણ ડૉક્ટરો ચીનથી અભ્યાસ પૂરો કરીને આવ્યા છે."
સમાજસેવાનો અનોખો નિર્ણયઅવિરાજે 36 લાખનું પેકેજ છોડીને ગામના બાળકોના શિક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેની આ પહેલ ડાંગના યુવાનો માટે પ્રેરણાદાયક બની રહી છે, જે દર્શાવે છે કે શિક્ષણ અને સમર્પણથી કોઈ પણ ગરીબીની સીમાઓ તોડી શકે છે. (
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો