રાજકોટની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ કરવા મામલે વધુ ત્રણ ઝડપાયા
મહારાષ્ટ્રના બે અને સુરતના એક શખ્સની ધરપકડ કરી સાયબર ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી પૂછપરછ

9 મહિનામાં 50 હજારથી વધુ સીસીટીવી ફૂટેજના વેચાણથી ₹ 8 થી 9 લાખની કમાણી કરી

9 મહિનામાં 50 હજારથી વધુ સીસીટીવી ફૂટેજના વેચાણથી ₹ 8 થી 9 લાખની કમાણી કરી
સુરેશ વણોલ, અમદાવાદ
રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. મહારાષ્ટ્રમાંથી બે અને સુરતમાંથી એક શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 9 મહિનામાં 50 હજારથી વધુ સીસીટીવી ફૂટેજ મેળવીને તેનું વેચાણ કરવા બદલ રૂપિયા 8 થી 9 લાખની કમાણી કરી હોવાની આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી છે. આ કેસમાં હજુ પણ એક આરોપી ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ વાયરલ કરવા મામલે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સુરતના પરીત ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતાં. મહારાષ્ટ્રના રાયન ઉર્ફે રોબીન પરેરાએ સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઇડી પર ફૂટેજનું વેચાણ કર્યું હતું. મહારાષ્ટ્રનો વૈભવ માને મુખ્ય આરોપી પ્રજવલ તૈલીનો પાર્ટનર છે. તેણે ટેલિગ્રામ ચેનલનુ માર્કેટિંગ કર્યું હોવાનું સામે આવ્યુ છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યુ કે, આરોપીઓએ એક વર્ષ પહેલાં ટેલિગ્રામના માધ્યમથી હેકિંગ કરવાનું શીખ્યું હતું. ત્યારબાદ તેઓએ સીસીટીવી હેક કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ 9 મહિનામાં 50 હજારથી વધુ સીસીટીવી કેમેરા હેક કર્યાં છે. હેકિંગ માટે ઉપયોગ કરાતી પધ્ધતિનો પણ ખુલાસો થયો છે. આરોપીઓ બે સોફ્ટવેર અને ટૂલના માધ્યમથી ટેસ્ટ કરીને તેના ઉપયોગથી સીસીટીવી હેક કરતાં હતાં.
આરોપી રાયન પરેરા અને રોહિત સિસોદિયા પહેલાંથી મિત્ર હતાં. બાદમાં તેઓ ધામેલિયાના સંપર્કમાં આવ્યા હતા. ત્રણેય શખ્સોએ સાથે રહીને સીસીટીવી હેક કરવાનું કામ શરૂ કર્યું હતું. આરોપીઓ પહેલાં યુટ્યુબ અને ટેલિગ્રામ પર હેકિંગના વીડિયો જોતા હતાં. બાદમાં તેમની મિત્રતા ટેલિગ્રામમાં એક આઈડી અને ગૃપ સાથે થઈ હતી. આ આઈડી અને ગૃપ ડિલિટ કરી દેવામાં આવ્યુ હોવાથી પોલીસને મળી રહ્યુ નથી. ટેલિગ્રામ ચેનલથી સીસીટીવી હેક કરવાનું શીખ્યા હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે.
રોમાનિયાના આઈપી એડ્રેસની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. વીપીએનનો ઉપયોગ કરતા હોવાથી ઘણી મુશ્કેલીના અંતે તેની જાણ થઈ છે. એક શંકાસ્પદ ઈન્સ્ટાગ્રામ આઈડી મળ્યું છે. જેમાં હોસ્પિટલના વીડિયો અપલોડ થયેલા જોવા મળ્યા છે. એક શંકાસ્પદ ઈન્સ્ટાગ્રામ આઈડી બાંગ્લાદેશથી ઓપરેટ કરવામાં આવી રહ્યું હોવાનું પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે. બાંગ્લાદેશનો મોબાઈલ નંબર મળતાં વીડિયો ભારતની બહાર પણ વેચવામાં આવતા હોવાનું સાબિત થયુ છે.
ધરપકડ કરાયેલી હેકર્સ ટોળકીએ 9 મહિનામાં સીસીટીવી ફૂટેજનું વેચાણ કરીને 7 થી 8 લાખની કમાણી કરી છે. આરોપીઓ તમામ સીસીટીવી હેક કરવાનો પ્રયાસ કરતાં હતા. સરળતાથી હેક થઈ જાય તેના ફૂટેજ મેળવી વેચાણ કરતાં હતા. આરોપીઓના અન્ય એક મિત્ર રોહિતની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. આરોપીઓએ અન્ય કઈ જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે, કેટલાં લોકોને વીડિયોનું વેચાણ કર્યુ છે તેની પોલીસ તપાસ કરી રહી છે. સૌથી વધુ બેડરૂમ અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની ડિમાન્ડ કરવામાં આવતી હતી. આરોપીઓ ડિમાન્ડ અને સપ્લાય મુજબ કામ કરતા હતાં. 50-60 હજાર જેટલાં વીડિયોમાંથી વેચી શકે તેવું કન્ટેન્ટ માત્ર 5-10 વીડિયોમાંથી મળતું હતુ. જેને આરોપીઓ વેચાણ માટે મૂકતા હતાં.
અમદાવાદ સાયબર ક્રાઈમે ટેલિગ્રામને લેટર લખીને બંધ કરવા રજૂઆત કરી છે. ટેલિગ્રામના જવાબ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ અને હાર્ડ ડ્રાઈવ પણ જપ્ત કર્યાં છે. આરોપીઓ તમામ વસ્તુ લેપટોપ અને મોબાઈલ ફોનથી જ ઓપરેટ કરતાં હતાં. પોલીસે અગાઉ ત્રણ આરોપી પકડ્યા હતા. તેની કડીના આધારે વધુ ત્રણ આરોપી પકડાયા છે. અત્યાર સુધી સાયબર ક્રાઈમે 6 આરોપી પકડ્યા છે અને એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.