સુરતની પંજાબ એન્ડ સિંધ બેંકના છેતરપિંડી કેસમાં ત્રણ આરોપીને ત્રણ વર્ષ સખત કેદની સજા
અમદાવાદની સીબીઆઈ કોર્ટે ત્રણ આરોપીને રૂપિયા 15 લાખનો દંડ પણ ફટકાર્યો

વર્ષ 2000-2002 દરમિયાન બે મેનેજર અને એક અધિકારીએ 74.16 લાખની ઠગાઈ કરી હતી

વર્ષ 2000-2002 દરમિયાન બે મેનેજર અને એક અધિકારીએ 74.16 લાખની ઠગાઈ કરી હતી
સુરેશ વણોલ, અમદાવાદ
સુરતની પંજાબ એન્ડ સિંધ બેંકના છેતરપિંડીના કેસમાં અમદાવાદની સીબીઆઈ કોર્ટે ત્રણ આરોપીને ત્રણ વર્ષ સખત કેદની સજા કરીને રૂપિયા 15 લાખનો દંડ ફટકાર્યો છે. સીબીઆઈની કોર્ટ નંબર-5ના ન્યાયાધીશે તત્કાલીન મેનેજરો કે.આર. ગોયલ ઉર્ફે કુલવંત રાય અને રાકેશ બહેલ તેમજ તત્કાલિન અધિકારી શિવરામ મીણાને સજા ફટકારી છે.
સુરતની પંજાબ એન્ડ સિંધ બેંકના છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ 7-11-2002ના રોજ આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. પંજાબ અને સિંધ બેંકની સુરત શાખાના તત્કાલિન અધિકારીઓ આરોપી કે.આર. ગોયલ, રાકેશ બહલ અને શિવરામ મીણાએ મેસર્સ સત્યમ દલાલ, મેસર્સ મર્ક્યુરી ગાર્મેન્ટ્સના માલિક, મેસર્સ મૂન ટેક્સટાઇલ, મેસર્સ દેસાઈ દલાલ એન્ડ કંપનીના અન્ય એક ભાગીદાર સાથે મળીને વર્ષ 2000-2002 દરમિયાન પંજાબ અને સિંધ બેંકની સુરત શાખામાં ઠગાઈ કરી હતી.
સીબીઆઈની તપાસ દરમિયાન બહાર આવ્યુ હતુ કે, આરોપી કે.આર. ગોયલ, રાકેશ બહલ અને શિવરામ મીણા, પંજાબ અને સિંધ બેંકની સુરત શાખાના તમામ બેંક અધિકારીઓ આરોપી ખાનગી વ્યક્તિઓ સાથે મળીને 2000-2002 દરમિયાન છેતરપિંડી કરીને બેંકને રૂપિયા 74.16 લાખનું નુકસાન કર્યુ હતુ. જેમાં ખાનગી વ્યક્તિઓની કંપનીઓ, કંપનીઓના ખાતાઓ પર ખેંચાયેલા ભારે રકમના ચેકની ખરીદી, ડિસ્કાઉન્ટિંગ દ્વારા પક્ષકારોને તેમના બેંક ખાતાઓમાં અનધિકૃત અને અપ્રમાણિક રીતે સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.
આરોપી બેંક અધિકારીઓએ ઇરાદાપૂર્વક ખાનગી આરોપીઓના ખાતાઓમાંથી નિયમિત ધોરણે અસ્પષ્ટ સાધનો સામે મોટી રકમના ચેકની ચુકવણી કરી હતી. આરોપી અધિકારીઓએ તે માટે બેંકના સક્ષમ અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી પણ મેળવી ન હતી. તપાસ બાદ સીબીઆઈ દ્વારા 31-3-2004 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ કેસની સુનાવણી બાદ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા અને ત્રણેય આરોપીને રૂપિયા 5-5 લાખ પ્રમાણે રૂપિયા 15 લાખનો દંડ ફટકાર્યો છે. કેસના ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષના 30 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે 281 જેટલાં આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.