ખેલૈયાઓ માટે આવ્યા એક ખુશીના સમાચાર, શું છે જાણો..
આ વખતે નવરાત્રીમાં એક તરફ વરસાદની આગાહી આપવામાં આવી, બિજી તરફ એક રાહતના સમાચાર આવ્યા
નવરાત્રીમાં હશે આટલા દિવસો
નવરાત્રીમાં હશે આટલા દિવસો
આ વર્ષે શારદીય નવરાત્રિ ભક્તો માટે એક અનોખો અને શુભ અવસર લઈને આવી રહી છે. માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધનાનો આ પાવન પર્વ આ વખતે 9 દિવસ નહીં, પરંતુ પૂરા 10 દિવસ ઉજવાશે. આ વિશેષ સંયોગનો મુખ્ય ફાયદો એ છે કે ભક્તોને મા દુર્ગાની પૂજા અને આરાધના માટે વધારાનો સમય મળશે, જેથી તેઓ વધુ ઊંડાણપૂર્વક ભક્તિ કરી શકે.

નવરાત્રિની તારીખો અને શુભ સંયોગ જ્યોતિષાચાર્ય સચિન જોષીના જણાવ્યા અનુસાર, શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બર 2025, સોમવારથી શરૂ થશે અને 2 ઓક્ટોબર 2025ના રોજ વિજયાદશમી સાથે સમાપ્ત થશે. આ વધારાના દિવસનું કારણ તૃતીયા તિથિનું બે દિવસ રહેવું છે, જે 24 અને 25 સપ્ટેમ્બર બંને દિવસ આવશે.
ધાર્મિક શાસ્ત્રોમાં તિથિનો વધારો અત્યંત શુભ માનવામાં આવે છે. આ વખતે તૃતીયા તિથિનો વધારો થવાથી આવનારો સમય દેશ અને દુનિયા માટે ખુશીઓ અને સકારાત્મકતા લઈને આવશે તેવું માનવામાં આવે છે. આ સંયોગ લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા વધારશે.

મહત્વપૂર્ણ તિથિઓ
દુર્ગાષ્ટમી: 30 સપ્ટેમ્બર, મંગળવારના રોજ દુર્ગાષ્ટમી આવશે. મંગળવારના દિવસે આવતી અષ્ટમીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતાજીને વિશેષ નૈવેદ્ય ધરાવવામાં આવશે.
મહાનવમી: 1 ઓક્ટોબર, બુધવારના રોજ મહાનવમી રહેશે. આ દિવસે મા દુર્ગાના છેલ્લા સ્વરૂપ, મા સિદ્ધિદાત્રીની પૂજા, કન્યા પૂજન અને હવન જેવી ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.
માતાજીની સવારી: હાથીનું શુભ આગમન નવરાત્રિમાં માતાજીની સવારીનું પણ વિશેષ મહત્વ છે. આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવશે. હાથીને જ્ઞાન, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. હાથી પર માનું આગમન સમાજમાં સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનમાં વધારો સૂચવે છે. જ્યારે માતાજી હોડી પર આવે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ જો તે ઘોડા પર આવે તો યુદ્ધની અને પાલખી પર આવે તો રોગચાળાની શક્યતા રહે છે. આથી, હાથી પરનું આગમન ભક્તો માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
આ 10 દિવસ લાંબી નવરાત્રિમાં, ભક્તોને મા દુર્ગાના દરેક સ્વરૂપની પૂજા અને પ્રાર્થના કરવાનો વધુ સમય મળશે. આ અવસરનો લાભ લઈને તમે પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો