ભૂંડ કરડતા યુવાનને ઉપડ્યો હડકવા, અંતે મોતને ભેટ્યો
એક યુવાનને બે મહિના પહેલા ભૂંડ કરડ્યું હતું અને તેને હડકવા ઉપડતા તે અનિયંત્રિત બની ગયો હતો.

યુવાનને ઉપડ્યો હડકવા

યુવાનને ઉપડ્યો હડકવા
ભાવનગરના ઘોઘામાં એક હૃદય દ્રવી ઊઠે તેવી ઘટના બહાર આવી છે. અહીંના એક યુવાનને બે મહિના પહેલા ભૂંડ કરડ્યું હતું અને તેને હડકવા ઉપડતા તે અનિયંત્રિત બની ગયો હતો. જેથી તે બીજા લોકોને પણ કરડવા દોડતો હતો. આથી તેને દોરડેથી બાંધવાની ફરજ પડી હતી અને આખરે તેણે પટકાઈ પટકાઈને જીવ દઈ દીધો હતો.
ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકના એક નાનકડા એવા ગામમાં એક ગરીબ ખેત મજૂરને ભૂંડે બચકું ભર્યું હતુ. એવાતને બે મહિના જેટલો સમય વિતી ચુક્યો હતો.બે મહિનાના બાદ તેને હડકવા ઉપડતા તેનું દર્દનાક મોત થયું હતું. યુવાન મૃત્યુ પામ્યો તે પૂર્વે તેને હડકવા ઉપડ્યો હતો અને અન્ય લોકોને તે કરડવા દોડતા તેને દોરડા વડે બાંધી રાખવો પડતો હતો. સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે તે જોઈને ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે.
બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ઘોઘા તાલુકાના ગરિપરા ગામે લગભગ દોઢ બે માસ પૂર્વે ખેત મજુર સુનિલ ચિથરભાઈ બારૈયા (ઉ.વ .24) વાડી ખેતરમાં કામ કરતો હતો ત્યારે ભૂંડ ડુક્કર કરડી ગયું હતું, આથી સુનિલ બારૈયાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો પરંતુ કોઈ કારણોસર આ યુવાને સારવારનો પૂરતો કોર્સ નહીં કરતા તેનું વરવું પરિણામ જોવા મળ્યું. ગઈકાલ સાંજે ગરીપરા ગામે આ યુવાનનું કરુણ અને દર્દનાક મોત થયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ