ભૂવાએ મહિલાને આકળાના મૂળનું પાણી પીવડાવતાં મહિલાનું સારવાર દરમિયાન મોત
મહિલા બની અંધશ્રધ્ધાનો ભોગ

મહિલા બની અંધશ્રધ્ધાનો ભોગ

મહિલા બની અંધશ્રધ્ધાનો ભોગ
આ પહેલા પણ ભિલોડા તાલુકાના રામપુરી ગામે મહિલા ડાકણ હોવાનો વહેમ રાખી તેના કુંટુંબીએ ગોળી મારી મોત નીપજાવ્યું હોવાની ઘટના સામે આવી હતી અને હવે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા પંથકના એક ભૂવા દ્વારા શરીરે દુઃખાવાની પીડાથી પીડાતી મહિલાને તાંત્રિક વીધી બાદ આકળાના મુળનું પાણી પીવડાવતા આ ૨૧ વર્ષિય મહિલાના શરીરમાં વ્યાપક ઝેર ફેલાતાં તબીયત લથડી હતી. મોડાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયેલ મહિસાગર જિલ્લાના ખાનપુરની આ મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતી વેળાએ મોત નીપજયું હતું.
મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે માલપુરના સરકારી દવાખાને લવાયો હતો. અને જે ભુવાને કારણે આ મહિલા મોતના મુખમાં ધકેલાઈ હતી તે ભૂવા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી.
અંધશ્રધ્ધાને લઈ કેટલાય પરીવારો માનસિક અને આર્થિક રીતે પીડાઈ રહયા છે. આ વહેમ કેટલાયનો જીવ લઈ રહયો છે ત્યારે કાયદાઓ સાથે સામાજિક ચિંતન જરૂરી મનાઈ રહયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ